Khelo India University Games: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કર્યું ખેલો ઈન્ડિયાનું ઉદ્ઘાટન, 10 દિવસમાં 3000 ખેલાડીઓ બતાવશે તેમની તાકાત

|

Apr 24, 2022 | 4:39 PM

Khelo India University Games: દેશભરની 189 યુનિવર્સિટીઓના લગભગ 3,900 પુરુષ અને મહિલા ખેલાડીઓ આ રમતોમાં તેમની પ્રતિભાને ચમકાવશે. દેશ માટે ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલા મોટા ખેલાડીઓ પણ આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે,

Khelo India University Games: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કર્યું ખેલો ઈન્ડિયાનું ઉદ્ઘાટન, 10 દિવસમાં 3000 ખેલાડીઓ બતાવશે તેમની તાકાત
Khelo India University Games

Follow us on

ભારતની બીજી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ (Khelo India University Games) રવિવારથી શરૂ થઈ. રમતોના ઉદ્ઘાટન માટે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ (Venkaiah Naidu) આ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમના સિવાય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ થાવાહર ચંદ ગેહલોત પણ હાજર રહ્યા હતા.

ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહનું આયોજન મોટાપાયે કરવામાં માટે લગભગ 35 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. છેલ્લી વખત આ ગેમ્સ 2020માં યોજાઈ હતી. તે વર્ષે 158 યુનિવર્સિટીઓ અને કોલેજોના 3,182 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જોકે આ વખતે સંખ્યામાં વધારો થયો છે.

દેશભરની 189 યુનિવર્સિટીઓના લગભગ 3,900 પુરુષ અને મહિલા ખેલાડીઓ આ રમતોમાં તેમની પ્રતિભાને ચમકાવશે. દેશ માટે ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલા મોટા ખેલાડીઓ પણ આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે, જે યુવા અને ઉભરતા ખેલાડીઓને પ્રેરણા આપશે. શૂટર મનુ ભાકર, દિવ્યાંશ સિંહ પંવાર, ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, દોડવીર દુતી ચંદ, સ્વિમર શ્રીહરિ નટરાજ જેવા ઓલિમ્પિયન ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ ગેમ્સમાં કુલ 275 ગોલ્ડ મેડલ દાવ પર હશે. 3 મેના રોજ સમાપન સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. અહીં યોજાનારી 20 રમતોમાં મલખંભ અને યોગાસન જેવી દેશી રમતોનું પણ આયોજન કરવામાં આવશે.

આ ગેમ્સનું આયોજન 52 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે, જેમાંથી 35 કરોડ રૂપિયા રમત-ગમત મંત્રાલયે ફાળવ્યા છે, દેશભરમાંથી આવનારા એથ્લેટ માટે 3,500 રૂમ અને 1,500 જેટલા આર્ટ ઓફ લિવિંગ રૂમ નક્કી કરવામાં આવ્યા છે, આ પૂર્વે યોજાયેલી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની પ્રથમ સિઝનમાં પંજાબ યુનિવર્સિટી ટોચ પર રહી હતી, પંજાબ યુનિવર્સિટીના એથ્લેટે 17 ગોલ્ડ, 19 સિલ્વર અને 10 બ્રોન્ઝ સાથે 46 મેડલ જીત્યા હતા તો સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી પૂણે બીજા સ્થાને રહી હતી.

 

આ પણ વાંચો: Maharashtra: અમરાવતીમાં કંડલી ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ, બે કિલોમીટર સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો, જુઓ Video

આ પણ વાંચો: આલિયા ભટ્ટ અને વરુણ ધવન ફરી સાથે જોવા મળશે, હવે હમ્પ્ટી શર્મા અને બદ્રી કી દુલ્હનિયા પછી આગામી ફિલ્મ માટે છે તૈયાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article