Khelo India University Games: દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય કાર્યક્રમ ખેલો ઈન્ડિયા હેઠળ, રવિવારે બેંગલુરુમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ (Khelo India University Games)શરૂ થવા જઈ રહી છે. આ ગેમ્સનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં કરશે. રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Anurag Thakur)શનિવારે જણાવ્યું હતું કે દેશભરની 189 યુનિવર્સિટીઓના લગભગ 3900 પુરુષ અને મહિલા ખેલાડીઓ આ રમતોમાં તેમની પ્રતિભાને ચમકાવશે. દેશ માટે ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલા મોટા ખેલાડીઓ પણ આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે, જે યુવા અને ઉભરતા ખેલાડીઓને પ્રેરણા આપશે.
આ ગેમ્સનું આયોજન 52 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે, જેમાંથી 35 કરોડ રૂપિયા રમત-ગમત મંત્રાલયે ફાળવ્યા છે, દેશભરમાંથી આવનારા એથ્લેટ માટે 3500 રૂમ અને 1500 જેટલા આર્ટ ઓફ લિવિંગ રૂમ નક્કી કરવામાં આવ્યા છે, આ પૂર્વે યોજાયેલી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની પ્રથમ સિઝનમાં પંજાબ યુનિવર્સિટી ટોચ પર રહી હતી, પંજાબ યુનિવર્સિટીના એથ્લેટે 17 ગોલ્ડ, 19 સિલ્વર અને 10 બ્રોન્ઝ સાથે 46 મેડલ જીત્યા હતા, તો સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી પૂણે બીજા સ્થાને રહી હતી
આ 5 સ્ટેડિયમમાં આયોજન
શૂટર મનુ ભાકર, દિવ્યાંશ સિંહ પંવાર, ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, દોડવીર દુતી ચંદ, સ્વિમર શ્રીહરિ નટરાજ જેવા ઓલિમ્પિયન ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ ગેમ્સમાં કુલ 275 ગોલ્ડ મેડલ દાવ પર હશે. 3 મેના રોજ સમાપન સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. અહીં યોજાનારી 20 રમતોમાં મલખંભ અને યોગાસન જેવી દેશી રમતોનું પણ આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો :