નવસારીના જશ શાહ અને સિદ્ધ લાડની કેનેડા ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી, ટીમનો કેપ્ટન પણ મૂળ ગુજરાતી

|

Dec 14, 2021 | 2:36 PM

નવસારીના યુવકે કેનેડાની ટીમમાં સ્થાન મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. નોંધનીય છે કે કેનેડાની આ ટીમનો કેપ્ટન પણ મૂળ ગુજરાતી મિહિર પટેલ છે.

નવસારીના જશ શાહ અને સિદ્ધ લાડની કેનેડા ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી, ટીમનો કેપ્ટન પણ મૂળ ગુજરાતી
Canada Cricket Team

Follow us on

Canada Cricket Team : મૂળ નવસારી (Navsari)ના અને કેનેડામાં સ્થાયી થયેલા જશ હિમાંશુ શાહનું કેનેડા ઇન્ટરનેશનલ ક્રિકેટ અંડર 19 ટીમમાં સિલેક્શન થયું છે. આગામી 14 જાન્યુઆરી 2022થી કેરેબિયન દેશો ખાતે 14 દેશો વચ્ચે રમાનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ માટે જશ હિમાંશુ શાહને કેનેડા ઇન્ટરનેશનલ ક્રિકેટ (Canada International Cricket) અંડર 19 ટીમમાં સ્થાન મળતા પરિવારમાં ખુશીનો માહોલ છે. જશ હિમાંશુ શાહ (Jash Himanshu Shah)નું કેનેડા ઇન્ટરનેશનલ ક્રિકેટ અંડર 19 ટીમમાં સીલેક્શન થયું હોવાની ક્રિકેટ કેનેડા (Cricket Canada)એ પોતાના ઓફિશિયલ પેજ પર જાહેરાત કરી છે. ક્રિકેટ કેનેડા દ્વારા ટીમના તમામ સભ્યોનાં નામોની જાહેરાત કરવામાં આવી છે.

જશ શાહ સાથે અન્ય યુવાન સિદ્ધ લાડ પણ મૂળ નવસારીનો છે, નવસારીના બે યુવા ક્રિકેટરો કેનેડાની ટીમ (Canada cricket team)માંથી રમશે. ગુજરાતી ક્રિકેટર હવે કેનેડામાં દેશનું નામ રોશન કરશે. મિહિર પટેલ આવતા મહિને કેરેબિયનમાં યોજાનાર ICC 2022 મેન્સ અંડર-19 વર્લ્ડ કપમાં કેનેડિયન ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરશે.

ચાર કેરેબિયન દેશોમાં 14 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેશે. કેનેડાનો મુકાબલો ગ્રુપ Aમાંથી ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને સંયુક્ત આરબ અમીરાત સાથે થશે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

ગ્રુપ બીમાં ભારત, આયર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને યુગાન્ડા છે જ્યારે ગ્રુપ સીમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, પાપુઆ ન્યુ ગિની અને ઝિમ્બાબ્વે છે. ગ્રુપ ડી ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ, શ્રીલંકા અને યજમાન વેસ્ટ ઈન્ડિઝનું બનેલું છે.

કેનેડાની U19 ક્રિકેટ ટીમ: મિહિર પટેલ (કેપ્ટન), સાહિલ બદીન, અનૂપ ચીમા, એથન ગિબ્સન, પરમવીર ખરોદ, સિદ્ધ લાડ, યાસિર મહેમૂદ, શીલ પટેલ, ગેવિન નિબ્લોક, મોહિત પ્રાશર, હરજાપ સૈની, જશ શાહ, કૈરવ શર્મા, ગુરનેક જોહલ સિંહ, અર્જુન સુખુ.

Reserves : યશ મોંડકર, રમણવીર ધાલીવાલ, આશિર ઝમીર, ઈરાન માલિદુવાપાથિરાના, આયુષ સિંહ.

મેનેજર: અનિલ ખન્ના

મુખ્ય કોચ: ફારૂક કિરમાણી

સહાયક કોચ: સુરેન્દ્ર સીરાજ

 

આ પણ વાંચો : IND Vs SA: રોહિત શર્મા ટેસ્ટ સિરીઝ થી બહાર, વિરાટ કોહલી એ વન ડે સિરીઝ થી નામ પરત ખેંચ્યુ, ટીમ ઇન્ડિયામાં બધુ બરાબર હોવા પર સંદેહ!

Published On - 1:30 pm, Tue, 14 December 21

Next Article