Bollywood Song : ઈઝરાયલની સ્વીમરોએ હિન્દી ગીત ‘આજા નચ લે’ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) ગેમ ચાલી રહી છે, જેમાં તમામ દેશોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. તાજેતરમાં ઓલિમ્પિક દરમિયાન ઇઝરાયલી સ્વીમરોએ હિન્દી ગીતો પર ડાન્સ કર્યો હતો જે ચર્ચાનો વિષય બન્યો હતો.

Bollywood Song : ઈઝરાયલની સ્વીમરોએ હિન્દી ગીત ‘આજા નચ લે’ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો
Israeli Swimmers
| Edited By: | Updated on: Aug 05, 2021 | 12:13 PM

Bollywood Song : જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિક રમતો ચાલી રહી છે. ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) સાથે જોડાયેલા વિવિધ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર પણ વાયરલ થાય છે.

ઇઝરાયલીના સ્વીમરોનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઇઝરાયલી સ્વીમરોએ સાબિત કર્યું કે બોલિવૂડ ગીતોનો ક્રેઝ માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ છે. તાજેતરમાં ઇઝરાયેલી ટીમના સ્વીમરોએ એડન બ્લેચર (Eden Blecher) અને શેલી બોબ્રીત્સ્કી (Shelly Bobritsky) એ આર્ટિસ્ટિક સ્વિમિંગ ડ્યુએટ ફ્રી રૂટીન પ્રિલિમિનરીમાં ભાગ લીધો હતો.

 

આ દરમિયાન માધુરી દીક્ષિત (Madhuri Dixit) ના ગીત ‘આજા નચલે’ પર ડાન્સ કરતી વખતે બંને જોવા મળી હતી. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઇઝરાયલી સ્વીમરો ગીતોની પસંદગી લોકોને ખૂબ ગમી.

 

એની ડેનમ નામના યુઝરે ટ્વિટર પર ઈઝરાયલી સ્વીમરોનો આ વીડિયો શેર કર્યો છે. તેના કેપ્શનમાં, તેણે લખ્યું, ‘ટીમ ઇઝરાયેલને આ માટે ખૂબ ખૂબ આભાર. તમને ખબર નથી કે હું તેને સાંભળવા અને જોવા માટે કેટલો ઉત્સાહિત હતો. આજા નાચલે. ‘હિન્દી ગીતો (Hindi Songs) પર ઇઝરાયલી સ્વીમરોનું પ્રદર્શન એ વાતનો પુરાવો છે કે, વિદેશમાં પણ લોકોને હિન્દી ફિલ્મો અને ગીતો ગમે છે.

સોશિયલ મીડિયા (Social Media) પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો તેને એકબીજા સાથે શેર કરી રહ્યા છે પણ તેના પર ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

અ પણ વાંચો : Anshu Malik : અંશુ મલિકને રેપચેજ રાઉન્ડમાં હાર મળી, રશિયન ખેલાડીએ 5-1થી માત આપી

Published On - 12:11 pm, Thu, 5 August 21