વર્લ્ડ કપ ફાઈનલમાં ઈઝરાયેલ-ગાઝા યુદ્ધની એન્ટ્રી, મેચ અચાનક રોકવી પડી

|

Nov 19, 2023 | 4:36 PM

દર્શકોથી ખીચોખીચ ભરેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલા દરમિયાન અચાનક મેચને રોકવામાં આવી હતી. વર્લ્ડ કપ 2023માં આવું પહેલી વાર થયું હતું. અચાનક ચાલુ મેચમાં પેલેસ્ટાઈનનો સમર્થક ઘૂસી આવ્યો હતો. જે બાદ મેચને રોકવામાં આવી હતી.

વર્લ્ડ કપ ફાઈનલમાં ઈઝરાયેલ-ગાઝા યુદ્ધની એન્ટ્રી, મેચ અચાનક રોકવી પડી

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલ મેચ અચાનક કેટલીક મિનિટો માટે રોકવામાં આવી હતી. આ ઘટના વર્લ્ડ કપ ફાઈનલની પહેલી ઇનિંગ દરમિયાન થઈ હતી. જ્યારે મેદાનમાં એક દર્શક અચાનક ઘૂસી આવ્યો હતો. જે બાદ મેચ થોડીવાર માટે રોકવી પડી હતી.

ચાલુ મેચમાં ઘૂસ્યો પેલેસ્ટાઈનનો સમર્થક

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો એક પ્રશંસક નરેન્દ્ર મોદીની સુરક્ષાથી બચીને મેદાનમાં ઘુસી ગયો અને તેને ગળે લગાવ્યો હતો, જોકે ખાસ વાત એ હતી કે મેદાનમાં ઘૂસેલો આ દર્શક પેલેસ્ટાઈનનો સમર્થક હતો. આ દર્શકની ટી શર્ટ પર સ્ટોપ બોમ્બિંગ પેલેસ્ટાઈન અને ફ્રી પેલેસ્ટાઈન લખ્યું હતું.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

ટીમ ઈન્ડિયાની બેટિંગ દરમિયાન બની ઘટના

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ દરમિયાન આવી રીતે દર્શકનું ઘૂસી જવું એક ચોંકાવનારી ઘટના હતી. આટલી મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવા હોવા છતાં આ દર્શક મેદાનમાં કેવી રીતે પહોંચ્યું એ મોટો સવાલ છે.

પેલેસ્ટાઈનનો સમર્થક કોહલીને ગળે મળ્યો

ટીમ ઈન્ડિયાની બેટિંગની 14 મી ઓવર ચાલી રહી હતી, મેદાનમાં ક્રિઝ પર વિરાટ કોહલી અને કેએલ રાહુલ બેટિંગ કરી રહ્યા હતા અને એડમ ઝમ્પા બોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન આ ઘટના બની હતી. આ પેલેસ્ટાઈનનો સમર્થક સીધો મેદાનમાં ઘૂસી આવ્યો હતો અને વિરાટને ગળે મળ્યો હતો.

આ પણ વાંચો : વર્લ્ડ કપ ફાઈનલ પહેલા ડિઝનીએ 2.2 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 3:41 pm, Sun, 19 November 23

Next Article