IPL 2022: મુંબઈએ 5 વખત ટાઈટલ જીત્યું, ચેન્નાઈ પણ પાછળ નથી, જાણો અત્યાર સુધી કઈ ટીમ કેટલી વખત વિજેતા થઈ

|

Mar 21, 2022 | 1:52 PM

આઈપીએલની અત્યાર સુધી 14 સીઝનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ પાંચ વખત ટાઈટલ જીતનાર ટીમ મુંબઈ ઈન્ડિયન્સ છે.

IPL 2022: મુંબઈએ 5 વખત ટાઈટલ જીત્યું, ચેન્નાઈ પણ પાછળ નથી, જાણો અત્યાર સુધી કઈ ટીમ કેટલી વખત વિજેતા થઈ
IPL Winners List from 2008 to 2021
Image Credit source: File Photo

Follow us on

IPL 2022: વિશ્વની સૌથી મોટી T20 લીગ IPL (IPL 2022)ની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે લીગમાં આઠ નહીં, પરંતુ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) પ્રથમ વખત લીગનો ભાગ બનશે. જેના કારણે આ સિઝન વધુ રોમાંચક માનવામાં આવી રહી છે. કોરોના હોવા છતાં આ વખતે ભારતમાં લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2008માં રમાયેલી પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ આઈપીએલ ટાઈટલ જીત્યું હતું.

આ ખિતાબ મેળવવાનો શ્રેય મોટાભાગે મુંબઈ ઈન્ડિયન્સને જાય છે. મુંબઈ ઈન્ડિયન્સે આ ખિતાબ સૌથી વધુ 5 વખત જીત્યો છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વખત આ ખિતાબ જીત્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે 2 વખત આઈપીએલ ટ્રોફી જીતી છે. રાજસ્થાન ઉપરાંત ડેક્કન ચાર્જર્સ (હવે સનરાઈઝર્સ હૈદરાબાદ) બે વખત આ ખિતાબ જીતી ચૂકી છે. વર્તમાન ટીમોમાં દિલ્હી કેપિટલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક પણ વખત આ ટુર્નામેન્ટ જીતી શકી નથી.

અત્યાર સુધીના IPL વિજેતાઓની યાદી

2008 – શેન વોર્નની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝન જીતી. શેન વોટસન અને ગ્રીમ સ્મિથ જેવા અનુભવી બેટ્સમેનથી સજ્જ આ ટીમમાં યુસુફ પઠાણ જેવા વિસ્ફોટક બેટ્સમેન અને સોહેલ તનવીર જેવા બોલર પણ હતા. ટીમે ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો કર્યો હતો અને ધોનીની ટીમને હરાવીને જીત મેળવી હતી.

પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
ઉનાળામાં બપોરે સમયે સૂવાના છે અઢળક ફાયદા, ન જાણતા હો તો જાણી લો
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન

2009 – IPLની બીજી સિઝનમાં ડેક્કન ચાર્જર્સે ટાઈટલ જીત્યું. હર્શલ ગિબ્સ, એન્ડ્ર્યુ સાયમન્ડ્સ, રોહિત શર્મા અને પ્રજ્ઞાન ઓઝાની ટીમનો ફાઈનલમાં બેંગલુરુ બુલ્સનો સામનો થયો હતો. જોહાનિસબર્ગમાં આરસીબી સામેની ફાઈનલમાં ડેક્કન ચાર્જર્સ છ રનથી જીતી ગયું.

2010- 2007 વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન એમએસ ધોનીએ વર્ષ 2010માં પ્રથમ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. સુરેશ રૈના, મેથ્યુ હેડન, એલ્બી મોર્કેલ, મુરલીધરન અને ધોની જેવા ખેલાડીઓથી સજ્જ આ ટીમે સચિન તેંડુલકરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને 22 રનથી હરાવ્યું હતું.

2011 – ચેન્નાઈ સુપર કિંગ્સ IPL ઈતિહાસમાં બેક ટુ બેક ફાઈનલ જીતનારી પ્રથમ ટીમ બની. આ વખતે ટીમનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હતો. પહેલા રમતા ચેન્નાઈએ ફાઈનલ મેચમાં બેંગ્લોર સામે 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 147 રન જ બનાવી શકી અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 58 રનથી જીતી અને સતત બીજી વખત ચેમ્પિયન બની.

2012- વર્ષ 2012માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. જોકે આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સે તેનું હેટ્રિકનું સપનું તોડી નાખ્યું હતું. ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સનું નેતૃત્વ કરી રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ આ સ્કોર CSKની જીત માટે પૂરતો નહોતો. કોલકાતા આ ટાર્ગેટ 19.4 ઓવરમાં હાંસલ કરીને પ્રથમ વખત ચેમ્પિયન બની હતી.

2013 – હિટમેન રોહિત શર્માએ વર્ષ 2013માં પ્રથમ વખત IPLમાં મુંબઈ ઈન્ડિયન્સને જીત અપાવી. મુંબઈએ 2013ની ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 148 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 125 રન બનાવ્યા હતા અને મુંબઈના હાથે 23 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

2014 – આઈપીએલ 2014માં કિંગ્સ ઈલેવન પંજાબનો કેકેઆરનો સામનો થયો. ગૌતમ ગંભીરે ફરી એકવાર KKRને ચેમ્પિયન બનાવ્યું. આ જીત સાથે KKRની ટીમ લીગમાં બે વખત ટાઈટલ જીતનારી બીજી ટીમ બની ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 200 રનનો વિશાળ સ્કોર મૂક્યો હતો, પરંતુ કોલકાતાના બેટ્સમેનોની સામે આ સ્કોર ઓછો પડ્યો અને મેચ 19.3 ઓવરમાં સમાપ્ત થઈ ગઈ.

2015- વર્ષ 2015માં રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ, CSK અને KKR પછી એકથી વધુ વખત ટાઈટલ જીતનારી ત્રીજી ટીમ બની. 24 મે 2015ના રોજ ઈડન ગાર્ડન્સ, કોલકાતા ખાતે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે CSK સામે 41 રને શાનદાર જીત મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી લેન્ડી સિમન્સે સૌથી વધુ રન બનાવ્યા, તેણે અહીં 540 રન બનાવ્યા અને બોલિંગ કરતી વખતે લસિથ મલિંગાએ સૌથી વધુ વિકેટ લીધી, અહીં તેણે કુલ 24 વિકેટ પોતાના નામે કરી.

2016- વર્ષ 2016માં ડેવિડ વોર્નરની કપ્તાનીમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આ વર્ષે પ્રથમ વખત ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની ફાઈનલમાં માત્ર 8 રનથી જીતવામાં સફળ રહી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે 208 રન બનાવ્યા અને બેંગ્લોર સામે 209 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો. બેંગ્લોરની ટીમ બેટિંગ કરવા ઉતરી અને 20 ઓવરમાં માત્ર 200 રન સુધી જ પહોંચી શકી.

2017 – 21 મે 2017ના રોજ હૈદરાબાદના મેદાન પર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રાઈઝિંગ પૂણેને 1 રનથી હરાવ્યું અને ત્રીજી વખત ટાઈટલ જીત્યું. મુંબઈની ટીમે આ ત્રીજી વખત ટાઈટલ જીત્યું હતું. રાઈઝિંગ માત્ર બે સિઝન માટે સુપર જાયન્ટ્સ લીગ સાથે સંકળાયેલું હતું. આ ફાઈનલ મેચમાં પૂણેની કપ્તાની સ્ટીવ સ્મિથના હાથમાં હતી.

2018- ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2018ની ફાઈનલમાં જગ્યા બનાવી. પહેલા રમતા હૈદરાબાદે સ્કોરબોર્ડમાં 178 રન બનાવ્યા હતા. ચેન્નાઈએ આ મેચ માત્ર 18.3 ઓવરમાં જીતી લીધી હતી. શેન વોટસનની 117 રનની અણનમ ઈનિંગના આધારે ટીમે આસાનીથી આ સિદ્ધિ મેળવી હતી. 2 વર્ષ બાદ વાપસી કરીને ચેન્નાઈએ ટાઈટલ જીતીને આઈપીએલ ટ્રોફી પર કબજો કર્યો.

2019- IPL 2019નું ટાઈટલ પણ મુંબઈ ઈન્ડિયન્સના નામે હતું અને તે ચોથી વખત આ લીગનો ચેમ્પિયન બન્યો હતો. ફરી એકવાર ચાહકોને મુંબઈ અને ચેન્નાઈના હાઈ વોલ્ટેજ મેચ જોવા મળી. મુંબઈને 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 148 રન જ બનાવી શકી અને ચેન્નાઈને 1 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વખત આઈપીએલ ટાઈટલ (ચેમ્પિયન) જીત્યું.

2020- વર્ષ 2020ની IPL કોરોના વચ્ચે યોજાઈ હતી. ફાઈનલમાં મુંબઈની ટીમનો સામનો દિલ્હી સામે થયો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ દિલ્હીએ મુંબઈ સામે 157 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 18.4 ઓવરમાં 5 વિકેટે આસાનીથી હાંસલ કરી લીધો હતો.

2021 IPLની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 192/3નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ પહાડ જેવા સ્કોરનો પીછો કરતા કોલકાતા 20 ઓવરમાં 165 રન જ બનાવી શકી હતી. ચેન્નાઈએ કોલકાતાને 27 રને હરાવી ચોથી વખત ટાઈટલ જીત્યું.

 

આ પણ વાંચો : Uttarakhand: ઉત્તરાખંડમાં નવા મુખ્યમંત્રીના નામ પર આજે નિર્ણય! સાંજે 5 વાગ્યે ધારાસભ્ય દળની બેઠકમાં ચહેરો નક્કી થશે, રાજનાથ સિંહ પણ રહેશે હાજર

Published On - 1:01 pm, Mon, 21 March 22

Next Article