IPL 2023 ની બીજી ક્વોલિફાયર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. IPL Final માં પહોંચવા માટે રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરીને ટાર્ગેટ ચેઝ કરવાની રણનિતી અપનાવી હતી. આમ ગુજરાત ટાઈટન્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સારી શરુઆત કરી હતી. ગુજરાત ઘર આંગણે જીત મેળવીને ફાઈનલમાં પહોંચવા માટે પૂરી તાકાત બેટિંગમાં અપનાવી હતી. શાનદાર ફોર્મમાં સિઝનમાં ચાલી રહેલા યુવા ઓપનર શુભમન ગિલે આતશી સદી નોંધાવી હતી. મુંબઈ સામે ફાઈનલની ટિકિટ માટે 234 રનનુ લક્ષ્ય ગુજરાતે ખડક્યુ હતુ.
ગુજરાત અને મુંબઈ વચ્ચે મહત્વની મેચ પહેલા વાતાવરણમાં અમદાવાદમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાને લઈ પિચ પર કવર્સ લગાવાયા હતા. મેચ નિર્ધારીત સમય કરતા અડધો કલાક અને ટોસ પોણો કલાક મોડો થયો હતો.
Skipper Pandya wraps the innings in style ⚡️🚀#GT – 233/3 (20 overs)#GTvMI | #PhariAavaDe | #TATAIPL 2023 | #Qualifier2
— Gujarat Titans (@gujarat_titans) May 26, 2023
ફાઈનલમાં પહોંચવા માટે શરુઆતથી જ ગુજરાતે શાનદાર બેટિંગ કરી હતી. ઓપનર જોડી રિદ્ધમાન સાહા અને શુભમન ગિલ મેદાને ઉતર્યા હતા. બંનેએ પાવર પ્લેમાં 50 રનની ભાગીદારી રમત નોંધાવી હતી. જોકે 54 રન પ્રથમ વિકેટ માટે બંનેએ નોંધાવ્યા હતા અને સાહાએ વિકેટ ગુમાવી હતી. સાહાને પિયૂષ ચાવલાએ શિકાર બનાવ્યો હતો. સાહાએ 16 બોલમાં 18 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ ગિલ અને સાંઈ સુદર્શને સ્કોર બોર્ડને આગળ વધારવાનુ કામ સંભાળ્યુ હતુ. ગિલે અડધી સદી પુરી કર્યા બાદ ગિયર બદલ્યો હતો. તેણે આતશી છગ્ગા ફટકાર્યા હતા. ગિલે બાકીની પચાસ રનમાં ચોગ્ગા અને છગ્ગા વાળી રમત રમી હતી અને અમદાવાદના મોદી સ્ટેડિયમનો માહોલ બદલી દીધો હતો. મુંબઈ માટે મુશ્કેલ સ્કોર ખડકવાનો પ્રયાસ કર્યો હતો.
His royal highness, first of his name, destroyer of bowling attacks, lord of the sixes – Prince Shubman Gill 💯#GTvMI #TATAIPL #IPLonJioCinema #IPLPlayoffs pic.twitter.com/HQns2Gq5mv
— JioCinema (@JioCinema) May 26, 2023
શુભમન ગિલે સિઝનમાં ત્રીજી સદી નોંધાવી હતી. 60 બોલમાં 129 રનની વિશાળ ઈનીંગ ગિલે રમી હતી. આ દરમિયાન 10 છગ્ગા ગિલે ફટકાર્યા હતા, જ્યારે 7 ચોગ્ગા નોંધાવ્યા હતા. ગિલ અને સાંઈ સુદર્શનની વચ્ચે 138 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી, બંનેએ આ ભાગીદારી રમત 64 બોલમાં જ નોંધાવી હતી. જેમાં સૌથી વધુ 95 રનનો હિસ્સો ગિલનો રહ્યો હતો. આકાશ મેઘવાલે ઓપનર ગિલની વિકેટ ઝડપી હતી. મેઘવાલે ખૂબ રન ખર્ચીને આ વિકેટ ઝડપી હતી. સુદર્શન રિટાયર્ડ હર્ટ થયો હતો. તે 1 છગ્ગો અને 5 ચોગ્ગાની મદદથી 31 બોલમાં 43 રન નોંધાવીને મેદાનથી પરત ફર્યો હતો. હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 28 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રાશિદ ખાને 5 રન નોંધ્યા હતા.
Published On - 9:55 pm, Fri, 26 May 23