આઈપીએલની 59મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. આ મેચની પ્રથમ ઈનિંગમાં બંને ટીમના ખેલાડીઓ શાનદાર રમત રમી હતી. 20 ઓવર બાદ પંજાબ કિંગ્સની ટીમે 7 વિકેટના નુકશાન સાથે 167 રનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. 168 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમ 8 વિકેટના નુકશાન સાથે 136 રન બનાવી શકી હતી. આજની મેચમાં 31 રનથી હારીને દિલ્હી કેપિટલ્સની ટીમ આ સિઝનમાં પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
દિલ્હી કેપિટલ્સના પ્રદર્શન અને કોચિંગ સ્ટાફ પર સિઝનની શરુઆતથી સવાલ ઉઠી રહ્યાં હતા. રિષભ પંત ઈજાગ્રસ્ત થઈ આઈપીએલમાંથી બહાર થતા, ડેવિડ વોર્નરને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ, આસિસ્ટન્ટ કોચ શેન વોટસન અને ક્રિકેટ ડાયરેક્ટર ગાંગુલી હતા. આ ત્રણેય ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓના હોવા છતા દિલ્હીની ટીમ ખરાબ પ્રદર્શન કરી રહી હતી. જેના કારણે તેમની કોચિંગ પર સવાલ ઉઠયા છે.
દિલ્હી કેપિટલ્સની ટીમ 12 મેચમાં માત્ર 4 જીત મેળવી શકી છે. જેમાંથી 8 મેચમાં તેણે કારમી હારનો સામનો કરવો પડયો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમ સતત પાંચ મેચ હારી હતી. દિલ્હી કેપિટલ્સની ટીમ હવે માત્ર 2 મેચ રમીને આઈપીએલમાંથી વિદાય લેશે.
આઈપીએલમાં પંજાબ માટે સેન્ચુરી મારનાર પ્રભસિમરન સિંહ 12મો ખેલાડી બન્યો છે. આઈપીએલ 2023માં સેન્ચુરી મારનાર યશસ્વી જયસ્વાલ બાદ તે બીજો અનકેપ્ડ ખેલાડી બન્યો છે. આઈપીએલ ઈતિહાસમાં તેણે પ્રથમ સેન્ચુરી ફટકારી હતી. પંજાબ કિંગ્સ તરફથી પ્રભસિમરન સિંહે 65 બોલમાં 103 રન ફટકાર્યા હતા. તેણે 10 ચોગ્ગા અને 6 સિક્સર ફટકાર્યા હતા. શિખર ધવને 7 રન, લિવિંગસ્ટોને 4 રન, જીતેશ શર્મા એ 5 રન, સેમ કરણે 20 રન, હરપ્રીત બ્રારે 2 રન, શાહરુખ ખાને 11 રન અને શિંકનદર રઝાએ 2 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સ તરફથી ઈશાંત શર્માએ 3 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટે, પ્રવિન દૂબે, કુલદીપ યાદવ અને મુકેશ શર્માએ 1-1 વિકેટ લીધી હતી. પ્રથમ ઈનિંગમાં 8 સિક્સર અને 13 ચોગ્ગા જોવા મળ્યા હતા. ઈશાંત શર્મા આજે પોતાની 100મી આઈપીએલ મેચ રમી રહ્યો હતો.બીજી ઈનિંગમાં હરપ્રીત બ્રારે 4 ઓવરમાં 30 રન આપીને 4 વિકેટ લીધી હતી. એલિસ અને રાહુલ ચહલે 2-2 વિકેટ લીધી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી ડેવિડ વોર્નરે 54 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 2 સિક્સર અને 17 ચોગ્ગા જોવા મળ્યા હતા.
The Playing XIs are IN!
What do you make of the two sides?
Follow the match ▶️ https://t.co/bCb6q4b1nP #TATAIPL | #DCvPBKS pic.twitter.com/2CwFtEOK71
— IndianPremierLeague (@IPL) May 13, 2023
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, રિલી રોસો, અમન હાકિમ ખાન, અક્ષર પટેલ, પ્રવીણ દુબે, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ, મુકેશ કુમાર
દિલ્હી કેપિટલ્સ સબ્સ: મનીષ પાંડે, રિપલ પટેલ, લલિત યાદવ, ચેતન સાકરિયા, અભિષેક પોરેલ
પંજાબ કિંગ્સ : પ્રભસિમરન સિંઘ, શિખર ધવન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), સેમ કુરાન, સિકંદર રઝા, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, ઋષિ ધવન, રાહુલ ચહર, અર્શદીપ સિંહ
પંજાબ કિંગ્સ સબ્સ: નાથન એલિસ, અથર્વ તાઈડે, મેથ્યુ શોર્ટ, હરપ્રીત સિંહ ભાટિયા, મોહિત રાઠી
Published On - 11:54 pm, Sat, 13 May 23