IPL 2022 : સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2022 (Indian Premier League)પહેલા તેના મેનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી છે. આ અંતર્ગત ફ્રેન્ચાઈઝીના મુખ્ય કોચ તેમજ બેટિંગ કોચ, ફિલ્ડિંગ કોચ (Fielding coach), આસિસ્ટન્ટ કોચ, ફાસ્ટ બોલિંગ કોચ (Fast bowling coach) અને સ્પિન બોલિંગ કોચના નામ પર પડદો ઉઠાવવામાં આવ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબામાં બ્રાયન લારા, ડેલ સ્ટેન, ટોમ મૂડી, મુથૈયા મુરલીધરન, સિમોન કેટિચ અને હેમાંગ બદાની સપોર્ટ સ્ટાફમાં છે.
Introducing the new management/support staff of SRH for #IPL2022!
Orange Army, we are #ReadyToRise! 🧡@BrianLara #MuttiahMuralitharan @TomMoodyCricket @DaleSteyn62 #SimonKatich @hemangkbadani pic.twitter.com/Yhk17v5tb5
— SunRisers Hyderabad (@SunRisers) December 23, 2021
સનરાઇઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હેમાંગ બદાનીને ફિલ્ડિંગ કોચ અને સ્કાઉટ તરીકે નિયુક્ત કર્યા છે. બદાની ત્રણ વખત તમિલનાડુ પ્રીમિયર લીગ (Tamil Nadu Premier League) વિજેતા ટીમ ચેપોક સુપર ગિલીઝના કોચ રહી ચૂક્યા છે. તેણે ભારત માટે ચાર ટેસ્ટ અને 40 વનડે પણ રમી છે. સ્થાનિક ક્રિકેટમાં પણ તે સફળ નામ છે.
ઓસ્ટ્રેલિયાના સિમોન કેટિચને સનરાઇઝર્સ હૈદરાબાદના સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)ના મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેને આઈપીએલ(Indian Premier League)માં રમવાનો અનુભવ પણ છે. તેની પાસે 56 ટેસ્ટ, 45 વનડેનો અનુભવ પણ છે. તેમણે અંગત કારણોસર ઓગસ્ટ 2021માં RCBના મુખ્ય કોચ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
લારા બેટિંગ કોચ તરીકે નિયુક્ત
વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર બ્રાયન લારાને હૈદરાબાદ દ્વારા વ્યૂહાત્મક સલાહકાર અને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે પહેલીવાર IPL ટીમના સપોર્ટ સ્ટાફ સાથે જોડાયેલો છે. લારા વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાંના એક છે. તેના નામે 22 હજાર આંતરરાષ્ટ્રીય રન છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હેમાંગ બદાનીને ફિલ્ડિંગ કોચ અને સ્કાઉટ તરીકે નિયુક્ત કર્યા છે.
આ પણ વાંચો : Omicron Variant In India: ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 236 કેસ નોંધાયા, જાણો કયા રાજ્યમાં સૌથી વધુ કેસ