IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 178 રનનો લક્ષ્યાંક આપ્યો, ઈશાન કિશને અડધી સદી ફટકારી

|

Mar 27, 2022 | 5:33 PM

IPL 2022ની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. જેમાં મુંબઈને જીતવા માટે 178 રનનો ટાર્ગેટ આપ્યો છે.

IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 178 રનનો લક્ષ્યાંક આપ્યો, ઈશાન કિશને અડધી સદી ફટકારી
મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 178 રનનો લક્ષ્યાંક આપ્યો
Image Credit source: File Photo

Follow us on

IPL 2022ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો છે. આ મેચ બ્રેબોર્ન, ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાના મેદાનમાં રમાય રહી છે.દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (DC vs MI) ની મેચમાં 19 વર્ષીય તિલક વર્માને IPL મેચમાં પ્રથમ વખત મેદાનમાં ઉતરવાની તક મળી હતી.ખલીલે 15મી ઓવરના બીજા બોલ પર તિલક વર્માને આઉટ કર્યો હતો. પૃથ્વી શોએ તેનો કેચ પકડ્યો હતો.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવેલા મુંબઈ માટે કેપ્ટન રોહિત અને ઈશાન ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત 41 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. તેણે 32 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ઈશાન અંત સુધી રહ્યો હતો. ઈશાને 48 બોલમાં અણનમ 81 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે  દિલ્હી કેપિટલ્સને 178 રનનો ટાર્ગેટ આપ્યો

અનમોલપ્રીત સિંહ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે 8 રનના અંગત સ્કોર પર વિકેટ ગુમાવી દીધી હતી. ડેબ્યૂ મેચ રમી રહેલા તિલક વર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 15 બોલમાં 3 ફોરની મદદથી 22 રન બનાવ્યા હતા. કિરન પોલાર્ડ ખાસ કરી શક્યો ન હતો. તે માત્ર 3 રન બનાવીને આઉટ થયો હતો. ટિમ ડેવિડે 8 બોલમાં 12 રન બનાવ્યા હતા. તેણે સિક્સર પણ ફટકારી હતી. આ રીતે મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દિલ્હી કેપિટલ્સને 178 રનનો ટાર્ગેટ છે. દિલ્હી કેપિટલ્સ તરફથી કુલદીપ યાદવે 3 જ્યારે ખલીલ અહેમદે 2 વિકેટ ઝડપી હતી.

 

 

 

 

આ પણ વાંચો : DC vs MI Live Score, IPL 2022 : કુલદીપ યાદવને ત્રીજી વિકેટ મળી, કિરન પોલાર્ડને પેવેલિયન મોકલ્યો

Next Article