IPL 2022 Auction: આર અશ્વિનનો મોટો ખુલાસો, કહ્યું દિલ્હી કેપિટલ્સ મને અને શ્રેયસ ઐયરને રિટન નહિ કરશે

|

Nov 23, 2021 | 1:33 PM

રવિચંદ્રન અશ્વિને IPL 2022 માટે રિટેન્શન પર વાત કરતા મોટો ખુલાસો કર્યો છે. આર અશ્વિને કહ્યું છે કે, દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝી તેને આગામી સિઝન માટે જાળવી રાખશે નહીં. એટલું જ નહીં, તેણે દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યર વિશે પણ કહ્યું કે દિલ્હી તેને મારી સાથે રાખશે નહીં.

IPL 2022 Auction: આર અશ્વિનનો મોટો ખુલાસો, કહ્યું દિલ્હી કેપિટલ્સ મને અને શ્રેયસ ઐયરને રિટન નહિ કરશે
ashwin and iyer

Follow us on

IPL 2022 Auction: રવિચંદ્રન અશ્વિને તેની યુટ્યુબ ચેનલ (YouTube channel)પર વાત કરતા કહ્યું કે દિલ્હી કેપિટલ્સ ટીમ તેને રિટેન નહીં કરે. તેણે કહ્યું જો દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) તેને જાળવી રાખ્યો હોત તો મેનેજમેન્ટે તેને અત્યાર સુધીમાં જાણ કરી દીધી હોત.અશ્વિને આ વાત માત્ર પોતાના માટે જ નહીં પરંતુ ટીમના પૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યર (Former Captain Shreyas Iyer)વિશે પણ કહી હતી. તેણે કહ્યું- મને નથી લાગતું કે, દિલ્હીની ટીમ આગામી સિઝન માટે પણ શ્રેયસ અય્યરને રિટેન કરશે.

તમને જણાવી દઈએ કે શ્રેયસ અય્યરે IPL 2020 (Indian Premier League)માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી હતી, આ સિઝનમાં ટીમ પહેલીવાર IPL ફાઈનલ રમી હતી.

BCCIની રિટેન્શન પોલિસી મુજબ, એક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 4 ખેલાડીઓને રિટેન કરી શકે છે. પોતાની યુટ્યુબ ચેનલ પર આર અશ્વિને દિલ્હી કેપિટલ્સના રિટેન કરાયેલા ખેલાડીઓ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો. તેણે પોતાનું અને શ્રેયસ અય્યરનું નામ પડતું મૂક્યું અને કહ્યું કે દિલ્હીની ટીમ 3થી વધુ ખેલાડીઓને રિટેન નહીં કરે. તેણે ટીમના કેપ્ટન રિષભ પંતની સાથે પૃથ્વી શો અને એનરિચ નોર્ટને રિટેન કરાયેલા ખેલાડીઓ તરીકે રાખ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આર અશ્વિન આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, પૂણે, પંજાબ કિંગ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. અશ્વિનને દિલ્હી પહેલા કિંગ્સ 11 પંજાબની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, તેણે ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. અત્યાર સુધી અશ્વિને આઈપીએલમાં કુલ 167 મેચ રમી છે. અશ્વિને આઈપીએલમાં 145 વિકેટ ઝડપી છે.

કાનપુરનુ ગ્રીન પાર્ક (Green Park) ભારત-ન્યૂઝીલેન્ડ (India Vs New Zealand) ની પ્રથમ ટેસ્ટ (1st Test)ની યજમાની માટે તૈયાર છે. બંને ટીમ સોમવારે કાનપુર પહોંચી છે. ટીમ ઈન્ડિયા (Team India) પણ આજે પ્રેક્ટિસ કરશે. ટીમ ઈન્ડિયા (Team India) એ ત્રીજી T20 મેચમાં ન્યુઝીલેન્ડ (New Zealand) ને 73 રને હરાવી ટી20 સીરીઝ પર કબ્જો કરી લીધો છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમતા મેદાનમાં ઈજા પામનાર 3 ખેલાડીઓ મોતને ભેટી ચૂક્યા છે, જાણો કયા કયા છે આ ખેલાડીઓ ?

આ પણ વાંચો : Murlikant Petkar અભિનવ બિન્દ્રા-નીરજ ચોપરાના વખાણ કરનારાઓ માટે અજાણ છે મુરલીકાંત પેટકર, જાણો દેશના પ્રથમ ‘ગોલ્ડ મેડલિસ્ટ’ની કહાની

Next Article