IPL 2022 Gujarat Titans : હરાજી પહેલા મોટી જાહેરાત,હાર્દિક પંડ્યાની ટીમનું નામ ગુજરાત ટાઇટન્સ

|

Feb 09, 2022 | 1:21 PM

IPL ફ્રેન્ચાઇઝી અમદાવાદે તેની સત્તાવાર ટીમના નામની જાહેરાત કરી,અમદાવાદની ટીમ Gujarat Titans તરીકે ઓળખાશે

IPL 2022 Gujarat Titans :  હરાજી પહેલા મોટી જાહેરાત,હાર્દિક પંડ્યાની ટીમનું નામ ગુજરાત ટાઇટન્સ
Gujarat Titans (twitter PHOTO)
Image Credit source: Gujarat Titans (twitter PHOTO)

Follow us on

IPL ફ્રેન્ચાઇઝી અમદાવાદે તેની સત્તાવાર ટીમના નામની જાહેરાત કરી,અમદાવાદની ટીમ Gujarat Titans તરીકે ઓળખાશે IPL 2022 થી જોડાઈ રહેલી અમદાવાદ ફ્રેન્ચાઈઝી (Ahmedabad franchise)ની ટીમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ ટીમનું નામ ગુજરાત ટાઇટન્સ રાખવામાં આવ્યું છે. 9 ફેબ્રુઆરીએ સ્ટાર સ્પોર્ટ્સ પર ટીમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદની ટીમ પહેલીવાર IPLમાં જોડાઈ રહી છે.

અગાઉ એવા અહેવાલ હતા કે ટીમનું નામ અમદાવાદ ટાઇટન્સ રાખવામાં આવ્યું છે. પરંતુ હવે સાચું નામ સામે આવ્યું છે. આ ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા છે. CVC કેપિટલ અમદાવાદની ફ્રેન્ચાઈઝીની માલિકી ધરાવે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

અમદાવાદ ઉપરાંત લખનૌ ફ્રેન્ચાઈઝી પણ આઈપીએલ 2022થી પ્રવેશી છે. આ ફ્રેન્ચાઇઝીએ લખનૌ સુપર જાયન્ટ્સ નામ પસંદ કર્યું છે. અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ IPL 2022ની હરાજી પહેલા હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને જાળવી રાખ્યા છે. હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે ઈંગ્લેન્ડના વિક્રમ સોલંકીને ક્રિકેટના ડિરેક્ટર અને આશિષ નેહરાને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. તેમજ ગેરી કર્સ્ટન ટીમના મેન્ટર અને બેટિંગ કોચ છે. CVC કેપિટલે રૂ. 5625 કરોડમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી હતી.

ગુજરાત લાયન્સની ટીમ બે સિઝનથી ત્યાં છે

અગાઉ ગુજરાતની ટીમ 2016 અને 2017માં IPLમાં રહી હતી. ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના સસ્પેન્શન બાદ પુણે અને રાજકોટની ફ્રેન્ચાઈઝી દાખલ કરવામાં આવી હતી.  રાજકોટ ફ્રેન્ચાઇઝીએ પોતાનું નામ ગુજરાત લાયન્સ રાખ્યું હતું. આ ટીમના કેપ્ટન સુરેશ રૈના હતા. તેમજ રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો અને ઈશાન કિશન જેવા ખેલાડીઓ તેમાં સામેલ હતા.

ગયા વર્ષના ટોપ 5 સૌથી મોંઘા ખેલાડીઓ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022 Auction) ની મેગા ઓક્શનને આડે હવે વધુ સમય નથી. ફરી એકવાર ખેલાડીઓ પર લાખ્ખો-કરોડોનો વરસાદ વરસવાનો છે. IPL એક એવું પ્લેટફોર્મ છે જ્યાં અજાણ્યા રહેલા ખેલાડીને પણ કરોડો રૂપિયા પણ મળે છે. ગત સિઝનમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું જ્યારે છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમનાર ખેલાડીને સૌથી વધુ પૈસા મળ્યા હતા. આવા જ એક અનકેપ્ડ ખેલાડીને 9 કરોડથી વધુ રૂપિયા મળ્યા જે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી. ગયા વર્ષના ટોપ 5 સૌથી મોંઘા ખેલાડીઓની વાત કરીએ તો તેમાં 4 વિદેશી અને એક ભારતીય ખેલાડી હતો. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના બે અને ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ભારતના એક-એક ખેલાડીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Ahmedabad Serial Blast Case Judgement Live: કોર્ટે સજા અંગે મૌખિક અવલોકન કર્યું , 11 તારીખે સજાના ઓર્ડર માટે કરાશે સુનાવણી

Published On - 12:55 pm, Wed, 9 February 22

Next Article