ટેસ્ટ અને વન ડે ક્રિકેટ (ODI Cricket) થી પહેલા જ નિવૃત્તી લઇ લેનારા શ્રીલંકા (Sri Lanka) ના ઝડપી બોલર લસિથ મલિંગા (Lasith Malinga) એ હવે ફેંન્ચાઇઝી ક્રિકેટ (Franchise cricket) થી પણ સંન્યાસ લઇ લીધો છે. મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) દ્વારા તેને રીલીઝ કરી દેવામાં આવ્યો હતો. મલિંગા IPL ના સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે સૌથી વધારે વિકેટો પણ ઝડપી હતી.
આઇપીએલ માં 122 મેચ રમી ચુકેલા મલિંગાએ 170 વિકેટો ઝડપી હતી. જે આ ટુર્નામેન્ટમાં કોઇ પણ બોલર દ્વારા મેળવેલી સૌથી વધુ વિકેટ છે. જેમાં તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 13 રન આપીને 5 વિકેટ ઝડપવાનુ રહ્યુ છે. મુંબઇ ઇન્ડીયન્સએ ઓક્શન પહેલા જ સાત ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. જેમાં શ્રીલંકાના મહાન ખેલાડી લસિથ મલિંગા, ન્યૂઝીલેન્ડના મિશેલ મેકલેનાધન, ઓસ્ટ્રેલિયાનો નાથન કૂલ્ટર અને જેમ્સ પેટીસન, ગુયાના ના શેરફાને રધરફોર્ડ, અનકેપ લેગ સ્પિનર પ્રિન્સ બળવંત રાય અને ઝડપી બોલર દિગ્વિજય દેશમુખ સામેલ છે.
આઇપીએલ 2020માં મુંબઇએ ઓસ્ટ્રેલીયાના ઝડપી બોલર જેમ્સ પેટીસનને મલિંગાના સ્થાન પર સામેલ કર્યો હતો. કારણ કે મલિંગા વ્યક્તિગત કારણોસર આઇપીએલથી હટી ગયો હતો. મુંબઇએ પોતાની કોર ટીમને રીટેન કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો: શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી થઇ શકે છે ચામડીની અનેક સમસ્યાઓ