IPL 2021 Auction : ચેતેશ્વર પુજારાને ચેન્નઇ ટીમે રૂ. 50 લાખમાં ખરીદ્યો, અન્ય કયાં ગુજરાતી ખેલાડી ખરીદાયા, જુઓ

|

Feb 18, 2021 | 8:15 PM

IPL 2021 Auction : ગુજરાતી ખેલાડી ચેતેશ્વર પુજારાને 2014 બાદ ખરીદદાર મળ્યો છે. 50 લાખ બેઝ પ્રાઇસ પર ચેન્નાઈ સુપર કિંગ્સે પૂજારાની ખરીદી કરી છે.

IPL 2021 Auction :  ચેતેશ્વર પુજારાને ચેન્નઇ ટીમે રૂ. 50 લાખમાં ખરીદ્યો, અન્ય કયાં ગુજરાતી ખેલાડી ખરીદાયા, જુઓ

Follow us on

IPL 2021 Auction : ચેતેશ્વર પુજારાને ચેન્નઇ ટીમે 50 લાખમાં ખરીદ્યો

ગુજરાતી ખેલાડી ચેતેશ્વર પુજારાને 2014 બાદ ખરીદદાર મળ્યો છે. 50 લાખ બેઝ પ્રાઇસ પર ચેન્નાઈ સુપર કિંગ્સે પૂજારાની ખરીદી કરી છે. આમ, તે બીજા નંબરનો સૌથી મોંઘો ગુજરાતી ખેલાડી બન્યો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ફાસ્ટ બોલર ચેતન સાકરિયા 1.2 કરોડ રૂપિયામાં ખરીદાયો

અનકેપ્ડ ફાસ્ટ બોલર ચેતન સાકરીયા રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે બોલી લાગી હતી. સાકરીયાની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા છે. સૌથી પહેલા RCBએ 95 લાખની બોલી લગાવી. બાદમાં રાજસ્થાન ટીમે ૧.૨ કરોડની ચેતન સાકરિયા પર બોલી લગાવી હતી. આમ,રાજસ્થાન ટીમે ચેતન સાકરીયાને 1.2 કરોડમાં ખરીદ્યો છે. સાકરિયાએ 16 ટી 20 મેચોમાં 28 વિકેટ ઝડપી છે.

ગુજરાતી ખેલાડી રિપલ પટેલને 20 લાખમાં દિલ્હીની ટીમે ખરીદ્યો

ગુજરાતના વડોદરાના ખેલાડી રિપલ પટેલની બોલી લાગી છે. ઓલરાઉન્ડર રિપલ પટેલને દિલ્હીની ટીમે ખરીદ્યો છે. ઓલરાઉન્ડર રિપલ પટેલને 20 લાખમાં ખરીદ્યો છે. રિપલ પટેલની બેઝ પ્રાઇઝ પણ 20 લાખ રૂપિયા છે.

શિલ્ડન જેક્શન અને લુકમાનની 20 લાખમાં ખરીદી

જયારે ગુજરાતી ખેલાડી, વિકેટ કિપર શિલ્ડન જેકસન 20 લાખમાં કેકેઆરની ટીમે ખરીદ્યો છે.

 

જયારે અન્ય ગુજરાતી ખેલાડી, બોલર લુકમાન હુસૈન માલાવાલા 20 લાખમાં દિલ્હી કેપિટલ્સની ટીમે ખરીદ્યો છે

Published On - 6:35 pm, Thu, 18 February 21

Next Article