IPL 2020: રાજસ્થાનની ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથને આ વખતે સફળતાની આશા, કહ્યું કે અમે તૈયાર કરી છે સારી ટીમ

|

Sep 18, 2020 | 6:50 PM

IPLની પ્રથમ જ સિઝનમાં ચેમ્પિયન બનનારી રાજસ્થાન રોયલ્સની ટીમ ત્યારબાદ કોઈ કમાલ કરી શકી નથી પણ ટીમના હાલના કેપ્ટન સ્ટીવ સ્મિથને આ વખતે સારા પ્રદર્શનની આશા છે. સ્મિથનું માનવું છે કે આ ટીમમાં તમામ મુખ્ય વિભાગોમાં સારા ખેલાડી હાજર છે અને આ વખતે છેલ્લી સિઝનના મુકાબલે વધારે સફળતા મેળવી શકાશે. રાજસ્થાનની ટીમ IPL 2020માં પોતાના […]

IPL 2020: રાજસ્થાનની ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથને આ વખતે સફળતાની આશા, કહ્યું કે અમે તૈયાર કરી છે સારી ટીમ

Follow us on

IPLની પ્રથમ જ સિઝનમાં ચેમ્પિયન બનનારી રાજસ્થાન રોયલ્સની ટીમ ત્યારબાદ કોઈ કમાલ કરી શકી નથી પણ ટીમના હાલના કેપ્ટન સ્ટીવ સ્મિથને આ વખતે સારા પ્રદર્શનની આશા છે. સ્મિથનું માનવું છે કે આ ટીમમાં તમામ મુખ્ય વિભાગોમાં સારા ખેલાડી હાજર છે અને આ વખતે છેલ્લી સિઝનના મુકાબલે વધારે સફળતા મેળવી શકાશે. રાજસ્થાનની ટીમ IPL 2020માં પોતાના અભિયાનની શરૂઆત 22 સપ્ટેમ્બરે શારજહાંમાં ચેન્નાઈ સુપર કિંગ્સની સામે કરશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે એક તરફ રાજસ્થાનના મોટાભાગના ખેલાડી અને સપોર્ટ સ્ટાફ યુએઈમાં પ્રેક્ટિસમાં છે તો ટીમના કેપ્ટન અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ હાલમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે. સ્મિથ મંગળવારે પુરી થયેલી ટી20 સીરીઝનો ભાગ હતા. જ્યારે 11 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બરની વચ્ચે 3 વન-ડે મેચની સીરીઝમાં પણ સામેલ થશે અને ત્યારબાદ જ તે યુએઈમાં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાશે. ત્યારે સ્મિથે કહ્યું કે ટીમના સાથી ખેલાડી દુબઈની ગરમીમાં તનતોડ મહેનત કરી રહ્યા છે અને આ વખતે ટીમ સારૂ પ્રદર્શન કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સ્મિથે વધુમાં કહ્યું કે અમે લગભગ તમામ પાસાઓને કવર કર્યા છે અને જે ટીમ અમે તૈયાર કરી છે, તેનાથી હું ઘણો ખુશ છું. આ એક સફળ આઈપીએલ સિઝન રહેશે. ટીમની સફળતા માટે ભારતના ઘરેલુ ક્રિકેટરોનું યોગદાન પણ મહત્વનું રહેશે. અમારી પાસે સંજૂ સેમસન અને રોબિન ઉથપ્પા જેવા ખેલાડી છે, જેમની પાસે ઘણો અનુભવ છે. સાથે જ અમારી પાસે જયદેવ ઉનડકટ અને વરૂણ એરોન જેવા બોલર છે. ઘણા યુવા ક્રિકેટર પણ છે. યશસ્વી જયસ્વાલ પર મારી નજર છે. તેમને અંડર 19 વિશ્વકપમાં સારૂ પ્રદર્શન કર્યુ હતું. જ્યારે રિયાન પરાગની પાસે આઈપીએલ રમવાનો અનુભવ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રિસ્ટ સ્પિનરો પાસે છે સારા પ્રદર્શનની અપેક્ષા

સ્મિથે આશા વ્યક્ત કરી કે ટીમના રિસ્ટ સ્પિનર આ વખતે પણ સારૂ પ્રદર્શન કરશે. અમારી પાસે ગોપાલ, મયંક માર્કેન્ડેય અને તેવતિયા ઘણા સારા વિકલ્પ છે. આ લોકોએ આઈપીએલમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. ટી20 ક્રિકેટમાં રિસ્ટ સ્પિનર ખુબ મહત્વના હોય છે. વચ્ચેની ઓવરમાં આ ખુબ મદદગાર સાબિત થાય છે.

Published On - 8:10 pm, Fri, 11 September 20

Next Article