Bhubaneshwar: 9 જૂનથી ભારતમાં ફૂટબોલની મોટી ટુર્નામેન્ટ Intercontinental Cup 2023ની શરુઆત થઈ હતી. પ્રથમ મેચમાં મોંગોલિયાની ટીમને 2-0થી હરાવીને ભારતીય ફૂટબોલ ટીમે વિજયી શરુઆત કરી હતી. આજે ભારત અને વનુઆતુની ફૂટબોલ ટીમ વચ્ચે રસપ્રદ મેચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં સતત બીજી મેચમાં ભારતીય ફૂટબોલ ટીમની જીત થઈ છે. વનુઆતુ સામે ભારતીય ટીમની 1-0થી જીત થઈ છે.
વિશ્વ રેકિંગમાં 101માં સ્થાનની ભારતીય ફૂટબોલ ટીમે વિશ્વ રેકિંગમાં 164માં સ્થાનની વનુઆતુ ફૂટબોલ ટીમને લીડ લેવા દીધી ના હતી. ભારતીય ફૂટબોલ ટીમના સ્ટાર ફૂટબોલર સુનિલ ક્ષેત્રી એ 81મી મિનિટે ગોલ કરીને ભારતની જીત સુનિશ્વિત કરી હતી. 2 મેચમાં જીત સાથે ભારતીય ટીમ હાલમાં 6 અંક સાથે છે. આ સાથે ભારતીય ટીમે ફાઈનલમાં સ્થાન નક્કી કરી દીધું છે.
આ પણ વાંચો : WTC Final 2023 : પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ 296 રન બનાવી ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા પાસે 173 રનની લીડ
SO CLOSE!!! 😱🤯
Naorem’s cross was almost perfectly placed as @chetrisunil11 was just inches away from opening the scoring for the #BlueTigers 🐯
Watch Live on @StarSportsIndia, @DisneyPlusHS and @OfficialJioTV! 📺#HeroIntercontinentalCup 🏆 #VANIND ⚔️ #IndianFootball ⚽️ pic.twitter.com/IKqnczkGpY
— Indian Football Team (@IndianFootball) June 12, 2023
.@chetrisunil11‘s left footed finish takes the #BlueTigers 🐯 to the #HeroIntercontinentalCup 🏆 FINAL 💙😍#VANIND ⚔️ #IndianFootball ⚽️ pic.twitter.com/1n081IsM4I
— Indian Football Team (@IndianFootball) June 12, 2023
KICKOFF 🔥😍#VANIND is underway 💪🏽🙌🏽 #HeroIntercontinentalCup 🏆 #IndianFootball ⚽️ #BlueTigers 🐯 pic.twitter.com/ddZ2uKheYG
— Indian Football Team (@IndianFootball) June 12, 2023
18 years ago (12th June 2005) : 20 year-old Sunil Chhetri makes his debut and scores his first Int’l goal against Pakistan
18 years later (12th June 2023) : 38 year-old captain Sunil Chhetri scores his 86th Int’l goal on his 136th appearance
GOAT 🐐👑🇮🇳 @chetrisunil11 pic.twitter.com/dFdCt8ulgI
— 90ndstoppage (@90ndstoppage) June 12, 2023
ભારતીય કેપ્ટન સુનિલ છેત્રી એ 38 વર્ષની ઉંમરમાં પોતાના કરિયરનો 86મો ઈન્ટરનેશનલ ગોલ ફટકાર્યો છે. તે 136મી ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યો હતો. 20 વર્ષનીન ઉંમરમાં તેણે પોતાનો પહેલો ગોલ પાકિસ્તાન સામે કર્યો હતો.
ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ 2023 ભારતમાં લાઈવ ક્યાં જોવા મળશે ?
ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ 2023 ફૂટબોલ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar અને Jio TV પર ઉપલબ્ધ થશે. ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ ફૂટબોલ મેચોનું જીવંત પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ 2 અને સ્ટાર સ્પોર્ટ્સ 2 HD ટીવી ચેનલો પર ઉપલબ્ધ થશે.
9 જૂન, શુક્રવાર
લેબનોન vs વનુઆતુ – 4:30 PM , ભારત વિ મોંગોલિયા – સાંજે 7:30 PM (ભારતીય ટીમની જીત)
જૂન 12, સોમવાર
મંગોલિયા vs લેબનોન – 4:30 PM , ભારત vs વનુઆતુ – 7:30 PM
15 જૂન, ગુરુવાર
વનુઆતુ vs મોંગોલિયા – 4:30 PM , ભારત vs લેબનોન – 7:30 PM
18 જૂન, રવિવાર
અંતિમ – TBD vs TBD – સાંજે 7:30 PM
આ પણ વાંચો : WTC Final 2023 : પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ 296 રન બનાવી ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા પાસે 173 રનની લીડ
ભારત દ્વારા આયોજિત ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ વર્ષ 2018માં મુંબઈમાં અને વર્ષ 2019માં અમદાવાદમાં રમાયું હતું. પહેલી સિઝનમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે બીજી સિઝનમાં કોરિયા ચેમ્પિયન બન્યું હતું. કોરોનાને કારણે 3 વર્ષ સુધી આ ટુર્નામેન્ટ થઈ શકી ન હતી. આજથી તેની ત્રીજી સિઝનની શરુઆત થઈ છે.ચાર વર્ષ પછી પરત ફરતા, ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ 2023માં ચાર ફૂટબોલ ટીમો – ભારત, લેબનોન, મંગોલિયા અને વનુઆતુની ફૂટબોલ ટીમ ભાગ લઈ રહી છે.
Published On - 9:37 pm, Mon, 12 June 23