INDvsAUS: રોહિત શર્માએ સ્ટીવ સ્મિથની ક્રિઝ પર જ ઉતારી નકલ, જૂઓ વાયરલ વિડીયો

|

Jan 18, 2021 | 1:38 PM

બ્રિસ્બેન ટેસ્ટ (Brisbane Test) ના ચોથા દિવસે ભારતના ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) એ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith) ની નકલ કરવાનો પ્રયાસ કર્યો.

INDvsAUS: રોહિત શર્માએ સ્ટીવ સ્મિથની ક્રિઝ પર જ ઉતારી નકલ, જૂઓ વાયરલ વિડીયો
Rohit Sharma

Follow us on

બ્રિસ્બેન ટેસ્ટ (Brisbane Test) ના ચોથા દિવસે ભારતના ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) એ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith) ની નકલ કરવાનો પ્રયાસ કર્યો. શ્રેણીની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટના ચોથા દિવસે સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા (Australia) ની બીજી ઇનિંગ દરમિયાન ક્રીઝ પર હતો, ત્યારે રોહિત શર્માએ તેની સામે તેની જ અદામાં શેડો પ્રેકટીશ (Shadow Practice) કરી હતી.

મજાની વાત મેચ દરમ્યાન એ રહી કે, તે સમયે સ્ટીવ સ્મિથ બેટીંગ કરી રહ્યો હતો. ઓવર ખતમ થવા દરમ્યાન રોહિત શર્માએ સ્મિથની જેમ જ શેડો બેટીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે અટકળો થઇ રહી છે કે, રોહિત હકિકતમાં શેડો બેટીંગ કરી રહ્યો હતો, કે પછી રોહિત સ્મિથની મજાક કરવા માટે આમ કરી રહ્યો હતો. સ્મિથ ભારત સામેના બીજા દાવમાં સૌથી વધુ સ્કોર બેટ્સમેન રહ્યો છે. તેણે અંતિમ મેચના બીજા દાવમાં અર્ધશતકીય પારી રમી હતી.

ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની સિડની ટેસ્ટ દરમ્યાન ખૂબ જ આલોચના થઇ હતી. તેણે ત્રીજી ટેસ્ટ દરમ્યાન ઋષભ પંતના ગાર્ડ નિશાન ઘસીને મીટાવી દેવા પ્રયાસ કર્યો હતો. જેના વિડીયોને લઇને તેની પર આરોપ લાગ્યા હતા. પૂર્વ દિગ્ગજોએ તેની ઇમાનદારી અને રમતના કૌશલ્ય પર સવાલો પણ ઉઠાવ્યા હતા. આ અગાઉ પણ તે બોલ ટેમ્પરીંગના વિવાદમાં સપડાયો હતો અને તેને ક્રિકેટમાંથી કેટલોક સમય પ્રતિબંધીત પણ કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: મુંબઈ: ‘Tandav’ વિરુદ્ધ BJPનું ‘જુતા મારો આંદોલન’, એમેઝોન ઓફિસ બહાર કરશે ધરણા

Next Video