INDvsAUS: ભારતીય ટીમના 36 રનના આંકડા પર પાકિસ્તાનમાં પણ આશ્ચર્ય સર્જાયુ, કહ્યું ભરોસો નથી આવતો

|

Dec 20, 2020 | 6:43 PM

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટમાં માત્ર 36 રન પર જ સમેટાઈ ગઈ હતી. પુરી દુનિયામાંથી ક્રિકેટના ચાહકો આ બાબતથી હેરાન થઈ ગયા છે. 36 રન પર જ ભારત ઓલઆઉટ થયુ, જે ભારત માટે સૌથી નીચલો સ્કોર છે.

INDvsAUS: ભારતીય ટીમના 36 રનના આંકડા પર પાકિસ્તાનમાં પણ આશ્ચર્ય સર્જાયુ, કહ્યું ભરોસો નથી આવતો

Follow us on

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ટેસ્ટમાં માત્ર 36 રન પર જ સમેટાઈ ગઈ હતી. પુરી દુનિયામાંથી ક્રિકેટના ચાહકો આ બાબતથી હેરાન થઈ ગયા છે. 36 રન પર જ ભારત ઓલઆઉટ થયુ, જે ભારત માટે સૌથી નીચલો સ્કોર છે. ટીમ પાસે વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને અજીંક્ય રહાણે જેવા બેટ્સમેનો હોવા છતાં પણ ઓછો સ્કોર કર્યો હતો. જેને લઈને હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ આ અંગે આશ્ચર્ય સર્જાયુ છે. પૂર્વ ક્રિકેટરો જાવેદ મિયાદાદ અને શોએબ અખ્તરે પણ આશ્ચર્ય દર્શાવ્યુ છે.

 

પાકિસ્તાનના પૂર્વ ઓપનર બેટ્સમેન મોહસિન ખાને કહ્યુ હતુ કે વિશ્વાસ જ ના થયો. જ્યારે સવારે ઓસ્ટ્રેલિયાને બીજીવાર બેટીંગ કરતા જોયુ. તેમને માત્ર 90 રનની જ જરુર હતી. જ્યારે ભારતના આઉટ થવાની રીતને જોઈ તો ઈમાનદારીથી કહુ કે પીચમાં કશુ ખોટુ નહોતુ. તેના મતે બેટ્સમેનોએ કોન્ફીડન્ટ ના દેખાડ્યો. તેઓ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરોની રમતને લઈને બેવડી માનસિકતામાં લાગ્યા.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

પૂર્વ કેપ્ટન રાશિદ લતિફે કહ્યુ કે, પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલીયા સામે શારજાહમાં આ જ રીતે આઉટ થયુ હતુ, પાકિસ્તાન ટીમે તે વખતે 59 અને 53 રન કર્યા હતા અને ઓલઆઉટ થયુ હતુ. જ્યારે બોલર યોગ્ય ક્ષેત્રમાં બોલીંગ કરે અને બોલ બેટને કિનારેથી ફિલ્ડરો પાસે સીધો પહોંચે છે, ત્યારે આમ થાય છે. મને લાગે છે કે આ પતન એટલે થયુ કે બેટ્સમેનો કદાચ બોલરો પર હાવી થવાની માનસિકતાથી ક્રિઝ પર ઉતર્યા હતા.

 

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપની તૈયારી, બે રણનીતિથી વધી રહ્યું છે આગળ

 

ઝડપી બોલર શોએબ અખ્તરે કહ્યુ હતુ કે, પોતે જે જોયુ એની પર તેમને વિશ્વાસ નથી થઈ રહ્યો. તેણે કહ્યુ આ જોવુ કોહલી માટે નિશ્ચિત રીતે દુસ્વપ્ન હશે કે ટીમ 36 પર આઉટ થઈ. બેટ્સમેનોનું વલણ સકારાત્મક નહોતુ. પ્રથમ પારીમાં લીડ મેળવીને તેમની પાસે જીત મેળવવાનો સારો મોકો હતો. દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાંદાદે પણ આ અંગે કહેતા તેને ભારતીય ક્રિકેટનો સૌથી ખરાબ દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યુ કે ઈમાનદારીથી કહુ તો કેટલાક બોલ રમવા મુશ્કેલ હતા. પરંતુ મને હેરાની એ વાતની હતી કે કોઈએ પણ સંઘર્ષ ના કર્યો. આ ટીમ 36 રન પર આઉટ થવાને લાયક નથી. પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનું કહેવુ છે કે, કમિન્સ અને હેઝલવુડની શાનદાર બોલીંગ હતી. લાંબા સમય બાદ આમ જોવા મળ્યુ. જોકે ભારતીય ટીમ વાપસીની કાબેલિયત રાખે છે. જોકે કોહલીના વિનાએ કામ પણ ખૂબ મુશ્કેલ રહેશે.

 

Next Article