પુલવામા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાંથી એક જ સુર ઉઠી રહ્યો છે કે પાકિસ્તાનનોખેલના મેદાનમાં પણ બહિષ્કાર કરવામાં આવે, ત્યારે બીજી બાજુ આ બંને દેશો વચ્ચે થનાર મહામુકાબલો જોવા માંગતા લોકોની સંખ્યા પણ ઓછી નથી. એટલે જ માંચેસ્ટરમાં યોજાનાર આ મૅચ જોવા માંગતા 4 લાખ લોકોએ ટિકિટ માટે અરજીઓ કરી છે. બીજી બાજુ માંચેસ્ટરના ઓલ્ડ ટ્રૅફર્ડ સ્ટેડિયમ પર આ મૅચ યોજાશે, તેની ક્ષમતા માત્ર 25 હજાર દર્શકોની છે.
ESPN ક્રિકઇન્ફોએ એલવર્થીના હવાલાથી કહ્યું, ‘આ મૅચ (ભારત વર્સિસ પાકિસ્તાન)ની ટિકિટોના અરજીકર્તાઓની સંખ્યા 4 લાખથી વધુ છે કે જે બહુ મોટી સંખ્યા છે. સ્ટેડિયમમાં માત્ર 25000 દર્શકો જ સમાઈ શકે છે. તેથી સ્પષ્ટ છે કે લાખો દર્શકોએ નિરાશ થવું પડશે.’
એલવર્થીએ જણાવ્યું કે ઇંગ્લૅંડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની મૅચ માટે 2 લાખ 30 હજારથી 2 લાખ 40 હજાર લોકોએ અરજી કરી છે, જ્યારે ફાઇનલ માટે અરજી કરનારાઓની સંખ્યા 2,60,000થી 2,70,000 વચ્ચે છે.
આ આંકડાઓ પરથી કહી શકાય કે લોકોને વર્લ્ડ કપમાં બીજા કોઈ પણ દેશ કરતા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ જોવામાં વધુ રસ છે. એટલું જ નહીં, ભારત-પાક મુકાબલા સામે ફાઇનલ મૅચનો ક્રૅઝ પણ ફીકો જણાય છે, કારણ કે ભારત-પાક મૅચની ટિકિટ અરજીઓની સામે ફાઇનલ મૅચની ટિકિટોની અરજી ઘણી ઓછી આવી છે.
[yop_poll id=1659]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]