ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમવાર હાંસલ કર્યું સ્થાન

ભારતીય મહિલા હોકી ટીમની ઐતિહાસિક છલાંગ, જાપાન સામે શાનદાર જીત સાથે વિશ્વ રેન્કિંગમાં ચોથું સ્થાન હાંસલ કર્યું.

ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમવાર હાંસલ કર્યું સ્થાન
india womens hockey team
Image Credit source: Tv9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2026 | 1:24 PM

ભારતીય મહિલા હોકી ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારતાં FIH વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમવાર ચોથું સ્થાન હાંસલ કર્યું છે. બુધવારે રમાયેલી મેચમાં ભારતે જાપાનને 4-0થી હાર આપીને આ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી હતી. મોટી વાત એ છે કે તેના એક દિવસ પહેલાં જ ભારતીય ટીમે ચીનને 6-2થી હરાવીને પ્રથમવાર વિશ્વ રેન્કિંગમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું.

છેલ્લા બે દિવસમાં ભારતીય મહિલા હોકી ટીમે પોતાના શાનદાર પ્રદર્શનથી રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવી છે. ચીન સામેની જીત બાદ પાંચમા ક્રમે પહોંચેલી ટીમે જાપાનને હરાવીને ચોથું સ્થાન મેળવી લીધું હતું. આ સફળતા સાથે ભારતે સ્પેન અને જર્મની જેવી મજબૂત ટીમોને પણ પાછળ છોડી દીધી છે. હવે FIH વર્લ્ડ રેન્કિંગમાં સ્પેન પાંચમા અને જર્મની છઠ્ઠા ક્રમે છે. ભારતની આ સિદ્ધિ મહિલા હોકીના ઇતિહાસમાં એક નવો અધ્યાય બની છે.

સતત ત્રીજી વખત જીતીને રચસ ઇતિહાસ ?

સલીમા ટેટેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા હોકી ટીમ મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઇન્ડિયાએ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી પાંચેય મેચમાં જીત મેળવીને દમદાર અંદાજમાં સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે 27 નવેમ્બરે સેમિફાઇનલમાં ભારતનો સામનો મલેશિયા સામે થશે. ભારતીય ટીમ પાસે આ વર્ષે સતત ત્રીજી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવાની સુવર્ણ તક છે. જો ભારત આ સિદ્ધિ મેળવે છે, તો ટુર્નામેન્ટના ઇતિહાસમાં સતત ત્રણ વખત ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની જશે.

મહિલા હોકી વર્લ્ડ રેન્કિંગની

મહિલા હોકીના વર્લ્ડ રેન્કિંગમાં નેધરલેન્ડ પ્રથમ સ્થાન પર છે, જ્યારે વર્તમાન વિશ્વ ચેમ્પિયન આર્જેન્ટિના બીજા ક્રમે અને બેલ્જિયમ ત્રીજા ક્રમે છે. પોઈન્ટના મામલે આ ત્રણેય ટીમો ભારત કરતાં ઘણી આગળ છે. ભારતીય ટીમ હાલમાં ચોથા સ્થાને છે, જો તેને ટોચની ત્રણ ટીમોમાં સ્થાન મેળવવું હોય તો તેના માટે તેને હજુ વધુ શાનદાર પ્રદર્શન કરવાની જરૂર પડશે.

2026 ભારતીય મહિલા હોકી માટે યાદગાર

વર્ષ 2026 ભારતીય મહિલા હોકી ટીમ માટે સફળતાઓથી ભરેલું રહ્યું છે. ટીમ ઇન્ડિયાએ આ વર્ષે FIH નેશન્સ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત વર્લ્ડ કપમાં પાંચમું સ્થાન મેળવીને 1974 પછીનું પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું. એટલું જ નહીં, ભારતીય મહિલા ટીમે 44 વર્ષના લાંબા અંતરાલ બાદ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. સતત મળી રહેલી આ સફળતાઓ ભારતીય મહિલા હોકીને નવી ઊંચાઈએ લઈ જઈ રહી છે.

 

Breaking News : શું વૈભવ સૂર્યવંશી આ બે રેકોર્ડ તોડી શકશે? સૌથી ઝડપી સદી અને બેવડી સદી પછી, હવે આ તેનું લક્ષ્ય અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.