Lawn Bowlમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, મહિલા ટીમએ અપાવી ઐતિહાસિક જીત

|

Aug 02, 2022 | 7:27 PM

કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) ભારત ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યુ છે. ભારતની વિજય યાત્રા આગળ વધી છે અને આજે ફરી દેશની દીકરીઓએ દેશને મેડલ અપાવ્યો છે.

Lawn Bowlમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, મહિલા ટીમએ અપાવી ઐતિહાસિક જીત
indian womens fours team in lawn bowls wins historic gold medal
Image Credit source: pti

Follow us on

કોમનવેલ્થ ગેમ્સ 2022માં (Commonwealth Games 2022) ભારત ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યુ છે. ભારતની વિજય યાત્રા આગળ વધી છે અને આજે ફરી દેશની દીકરીઓએ દેશને મેડલ અપાવ્યો છે. લોન બોલ (Lawn Bowl) ભારતીય મહિલા ટીમે ઈતિહાસ બનાવ્યો છે. લોન બોલમાં ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.ફાઈલનમાં દક્ષિણ આફ્રીકાને 17-10થી હરાવીને ભારતીય મહિલા ટીમે ભારત માટે ગોલ્ડ જીત્યો છે. ઈતિહાસમાં પહેલીવાર આ ઘટના બની છે. આ પહેલા ભારતે લોન બોલમાં ક્યારે મેડલ જીત્યો ના હતો.

ફાઈનલમાં હતો કડક મુકાબલો

ફાઈનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જોરદાર મુકાબલો હતો. ભારતની ટીમે ખૂબ જ સારી શરૂઆત કરી હતી, પરંતુ 3 રાઉન્ડ બાદ સ્કોર 3-3ની બરાબરી પર હતો. આ પછી ભારતે જોરદાર જવાબ આપ્યો અને 7મા રાઉન્ડ પછી 8-2ની સ્કોર થયો. જો કે, આ લીડ ભારત સાથે લાંબો સમય ટકી શકી ન હતી અને આ રાઉન્ડ પછી દક્ષિણ આફ્રિકાએ લીડ લેવાનું શરૂ કર્યું હતું અને 12મા રાઉન્ડ પછી એક તબક્કે બંનેનો સ્કોર 10-10ની બરાબરી પર હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ પ્રભુત્વ જમાવ્યું અને લીડ મેળવી, જે અંત સુધી જાળવી રાખી. લવલી ચૌબે, રૂપા રાની તિર્કી, નયનમોની સૈકિયા, પિંકીની ચોકડી આજે દેશભરમાં વખણાઈ રહી છે. લૉન બોલની મહિલાઓની 4 ઈવેન્ટમાં ભારતે આ મેડલ જીત્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

લગભગ કોઈ ભારતીય ચાહકને કોમનવેલ્થ ગેમ્સમાં આ રમતમાં મેડલની અપેક્ષા રાખી ના હતી, પરંતુ ભારતની આ 4 દીકરીઓએ ગોલ્ડ જીતીને બધાને ખોટા સાબિત કરી દીધા. આ ટીમમાં 42 વર્ષીય લવલી કોન્સ્ટેબલ, 41 વર્ષીય પિંકી પીઈ ટીચર, 34 વર્ષીય રૂપા રાની જિલ્લા રમત અધિકારી અને 33 વર્ષીય નયનમોની સાયકિયા ફોરેસ્ટ ઓફિસર છે.

 

Published On - 6:57 pm, Tue, 2 August 22

Next Article