PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ સાથે ફોન પર કરી વાત, ખેલાડીઓની આંખમાં આવ્યા આસું

|

Aug 06, 2021 | 2:56 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન હોકી ખેલાડીઓની આંખો ભીની થઈ ગઈ. પીએમ મોદીએ શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી.

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ સાથે ફોન પર કરી વાત, ખેલાડીઓની આંખમાં આવ્યા આસું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી

Follow us on

PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન હોકી ખેલાડીઓની આંખો ભીની થઈ ગઈ. જોકે પીએમ મોદીએ તેમને પ્રોત્સાહિત કર્યા અને તેમની લડવાની ભાવનાની પ્રશંસા કરી.

ખેલાડીઓ સાથે ફોન પર વાત કરતા પીએમ મોદીએ તેમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. આ દરમિયાન ખેલાડીઓની આંખો ભીની થઈ ગઈ. પીએમ મોદીએ કહ્યું, “મેડલ ન આવી શક્યો પણ તમારો પરસેવો દેશની કરોડો દીકરીઓ માટે પ્રેરણા બની ગયો છે.”

આ દરમિયાન પીએમ મોદીએ નવનીત કૌરને થયેલી ઈજા વિશે પણ પૂછપરછ કરી હતી. ખેલાડીઓએ જણાવ્યું કે, નવનીત કૌરને આંખમાં ઈજા થઈ છે અને તેમને 4 ટાંકા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું, નિરાશ ન થાઓ, દેશને તમારા પર ગર્વ છે. તમારી મહેનતને કારણે હોકીની ઓળખ ફરી જીવંત થઈ રહી છે.

ટીમે દિલ જીતી લીધા

ભારતીય મહિલાઓએ સેમિફાઇનલમાં પહોંચીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. આ ટીમની માત્ર ત્રીજી ઓલિમ્પિક્સ હતી. જેમાં તેણે પોતાની રમતથી સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું અને પોતાની અનોખી છાપ છોડી દીધી. બ્રોન્ઝ મેડલ મેચમાં ગ્રેટ બ્રિટને ભારતને 4-3 થી રોમાચક મુકાબલામાં હરાવ્યું.

ભારતે બે ગોલથી પાછળ રહીને વાપસી કરી હતી, પરંતુ મેડલ જીતી શક્યો ન હતી. ભારતીય મહિલા ટીમે પાંચ મિનિટમાં ત્રણ ગોલ કર્યા. ગુરજીત કૌરે 25 મી અને 26 મી મિનિટે જ્યારે વંદના કટારિયાએ 29 મી મિનિટે ગોલ કર્યો હતો. બ્રિટન માટે એલેના રેયર (16 મી), સારાહ રોબર્ટસન (24 મી), કેપ્ટન હોલી પિઅર્ન વેબ (35 મી) અને ગ્રેસ બાલ્ડસને 48 મી મિનિટમાં ગોલ કર્યા હતા.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું

આ પહેલા વડાપ્રધાન મોદીએ પણ મહિલા હોકી ટીમને પ્રોત્સાહિત કરતા ટ્વિટ કર્યું હતું. પીએમ મોદીએ લખ્યું કે, ટોક્યો 2020 માં અમારી મહિલા હોકી ટીમના શાનદાર પ્રદર્શનને અમે હંમેશા યાદ રાખીશું. તેણે પોતાનું શ્રેષ્ઠ આપ્યું છે. ટીમના દરેક સભ્ય નોંધપાત્ર હિંમત અને કુશળતાથી ભરેલા છે. ભારતને આ અદ્ભુત ટીમ પર ગર્વ છે.

 

આ પણ વાંચો : Haryana government : ટોક્યો ઓલિમ્પિકમાં રમનારી હરિયાણાની 9 ખેલાડીઓને 50 લાખ આપવાની મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરની જાહેરાત

Published On - 1:55 pm, Fri, 6 August 21

Next Article