Smriti mandhanaએ પ્રવાસની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાને પડકાર ફેંક્યો, કહ્યું તેમની ટીમ ઘણી મજબૂત છે

|

Sep 14, 2021 | 3:03 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જે 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. ટીમ અહીં ત્રણ વનડે, ત્રણ ટી 20 અને એક ટેસ્ટ મેચ રમશે.

Smriti mandhanaએ પ્રવાસની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાને પડકાર ફેંક્યો, કહ્યું તેમની ટીમ ઘણી મજબૂત છે
indian team has improved massively since t20 wc defeat to australia says smriti mandhana

Follow us on

Smriti mandhana : ભારતીય મહિલા ટીમ (Indian women’s team)આ મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ શરૂ કરશે. ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના કહે છે કે, આ વખતે ભારત આ પ્રવાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ પ્રવાસમાં ભારતે ત્રણ ટી -20, ત્રણ વનડે અને એક ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાની છે. ભારતીય મહિલા ટીમની આ પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ (Day-night test match) હશે.

સ્મૃતિ મંધાના (Smriti mandhana)એ પ્રવાસની શરૂઆત પહેલા યજમાન ટીમને પડકાર ફેંકતા કહ્યું છે કે, આ વખતે તેમની ટીમ ઘણી મજબૂત આવી છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે ટી 20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ટીમના પ્રદર્શનમાં ઘણો સુધારો થયો છે અને તેઓ અહીં આગામી સીરિઝ દરમિયાન ખૂબ જ સ્પર્ધાત્મક ક્રિકેટ રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 21 સપ્ટેમ્બરથી ત્રણ વનડે, એક ડે નાઇટ ટેસ્ટ અને ત્રણ ટી 20 મેચની સીરિઝ રમાશે. ટેસ્ટ 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી કેનબેરામાં યોજાશે.

વર્લ્ડકપની હાર બાદ ટીમ ઈન્ડિયા બદલાઈ ગઈ છે

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

છેલ્લી વખત બંને ટીમો ગત વર્ષે MCG ખાતે મહિલા ટી 20 વર્લ્ડ કપ (Women’s T20 World Cup)ની ફાઇનલમાં મળી હતી જેમાં ઓસ્ટ્રેલિયા 85 રનથી જીતી હતી. મંધાનાએ એક સામાચાર પત્ર સાથેની વાતચીતમાં કહ્યું, ટીમના પ્રદર્શનમાં ઘણો સુધારો થયો છે.’ ભારતીય ટીમે સોમવારે 14 દિવસનું ક્વોરન્ટાઈ સમયગાળો પૂર્ણ કર્યો છે. મંધાના (Smriti Mandhana)એ કહ્યું, ‘ટી 20 વર્લ્ડ કપ બાદ કોરોનાએ મોટો બ્રેક લીધો હતો અને ઘણી છોકરીઓને પાછા જવાની અને તેમની રમત વિશે વધુ સમજવાની તક મળી,

તેઓ મજબૂત રીતે પાછા આવ્યા છે. આખી ટીમે તેમની ફિટનેસ અને આવડત પર કામ કર્યું છે. અમે હજુ પણ સતત મેચ રમવાની લયમાં જઈ રહ્યા છીએ પરંતુ છેલ્લા 5-6 મહિનાથી અમે ક્રિકેટ રમી રહ્યા છીએ અને હવે અમે મેચની માનસિકતામાં પાછા આવી ગયા છીએ.

ટીમે ફિટનેસ પર કામ કર્યું

“આખી ટીમે તેમની ફિટનેસ (Fitness) અને કુશળતા પર કામ કર્યું છે. અમે સતત મેચ રમવાની લયમાં ફરી રહ્યા છીએ, આશા છે કે, આ સીરિઝ સારી રહેશે. ” મંધાના (Smriti Mandhana)એ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ હંમેશા સ્પર્ધાત્મક હોય છે અને ભારતીય ટીમ અહીંની પીચો પર બેટિંગનો આનંદ માણે છે. “અમે બધા ઓસ્ટ્રેલિયા સામે રમવાનું પસંદ કરીએ છીએ કારણ કે, તેઓ વિશ્વની શ્રેષ્ઠ ટીમોમાંની એક છે અને ખૂબ જ સ્પર્ધાત્મક ક્રિકેટ રમે છે.” બંને ટીમો શનિવારે વોર્મ-અપ મેચ રમશે.

આ પણ વાંચો : IPL 2021: ટૂર્નામેન્ટની બાકી રહેલી મેચોનુ આ રહ્યુ પુરુ શિડ્યુલ, જાણો કઇ ટીમ કોની સાથે ટકરાશે

Next Article