IPL 2021: આ ટીમોએ આઈપીએલમાં અત્યાર સુધી જીતી છે ટ્રોફી, જાણો ક્યા વર્ષમાં કોણ જીત્યું

|

Oct 15, 2021 | 3:23 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)વિશ્વની સૌથી મોટી ડોમેસ્ટિક ક્રિકેટ લીગ છે. આઈપીએલની ટીમોએ સીઝનમાં તદ્દન હરીફાઈ વિકસાવી છે. જુઓ આઈપીએલનો ઈતિહાસ.

IPL 2021: આ ટીમોએ આઈપીએલમાં અત્યાર સુધી જીતી છે ટ્રોફી, જાણો ક્યા વર્ષમાં કોણ જીત્યું
IPL Trophy

Follow us on

IPL 2021: ઈન્ડિયન પ્રમિમિયર લીગ(INDIAN PREMIER LEAGUE)એ ક્રિકેટ જગતનો સ્તર ઉંચો કરી દીધો છે. IPLના કારણે ગેમનું ફિલ્ડીંગ સ્તર તો વધ્યું જ છે. પ્લેયર્સ પોતાની ફિટનેસને લઈને પણ સાવચેત થયા છે.

 

IPLના કારણે ઘણા દેશોએ પોતાના દેશમાં IPL જેવી ટૂર્નામેન્ટો શરૂ કરી. ત્યારે IPLના કારણે યુવા ખેલાડીઓની પ્રતિભાઓ પણ બહાર આવી. દર વર્ષે દરેક ટીમ પોતાની મહેનતથી ટ્રોફી જીતવાનો પ્રયાસ કરે છે. ત્યારે, અહીં આજે અમ તમને જણાવીશું તમામ IPL સિઝનોની ચેમ્પીયન ટીમ વિશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

2008માં રાજસ્થાન બન્યું ચેમ્પિયન

2008ની ઈનોગ્રલ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ચેમ્પિયન થઈ હતી. તેમણે ફાઈનલમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સને 3 વિકેટથી હરાવી જીત મેળવી હતી. તે સમયે ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન ર્વોન તે ટીમના કેપ્ટન હતા.

 

2009માં ડેક્કન ર્ચાર્જસે મેળવ્યો ખિતાબ

2009ની સિઝનમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયન પ્લેયરની ટીમની કેપ્ટનશીપ હેઠળ ડેક્કન ર્ચાર્જસની ટીમ ચેમ્પિયન બની હતી. ફાઈનલ મેચમાં એડમ ગિલક્રિસ્ટની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને 144 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં RCB 137 રન પર ઓલ આઉટ થઈ હતી.

 

2010 અને 2011માં ચેન્નઈ સુપર કિંગ્સ જીતી ટ્રોફી

ચેન્નઈ સુપર કિંગ્સે સતત 2 વખત 2010 અને 2011માં IPL ચેમ્પિયન્સનો ખિતાબ જીત્યો. 2010માં CSKએ મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું અને 2011માં RCBને હરાવી CSK ચેમ્પિયન થયું. જ્યારે, બંને વખત CSK ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન થયું હતું. 2013ની ફાઈનલમાં સ્પોટ ફિક્સિંગ થયું હોવાની ચર્ચાઓ સામે આવી હતી. જેના પગલે ચેન્નઈ સુપર કિંગ્સને 2016 અને 2017ની સિઝન માટે બેન કરવામાં આવી હતી.

 

આઈપીએલ 2012

ગૌતમ ગંભીરને IPLના સૌથી સફળ કેપ્ટનમાંથી એક માનવામાં આવતો હતો. ગંભીરની સુકાનીમાં કોલકતા નાઈટ રાઈડર્સ 2012 IPL ટાઈટલ જીત્યું હતું. 2012ની ફાઈનલમાં મનવિંદર બિસ્લાની બેટિંગ શાનદાર રહી હતી.

 

આઈપીએલ 2013

2013માં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમવાર ચેમ્પિયન થયું હતું. 2013ની ફાઈનલમાં MIએ CSKને 41 રનથી હરાવ્યું હતું.

 

આઈપીએલ 2014

2014ની સિઝનની ફાઈનલમાં મનિષ પાંડેની બેટિંગના દમ પર KKR ચેમ્પિયન થયું હતું. ફાઈનલમાં ટાર્ગેટને ચેઝ કરતા KKR જીત્યું હતું.

 

આઈપીએલ 2015

મુંબઈ ઈન્ડિયન્સ 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન થયું હતું. તમામ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માની કેપ્ટશીપ હેઠળ ચેમ્પિયન બન્યું હતું.

 

આઈપીએલ 2016

SRH 2016ની સિઝનમાં પ્રથમવાર ચેમ્પિયન થયું હતું. કેપ્ટન ડેવિડ વોર્નરની ટીમે RCBને મહાત આપી હતી. આ સિઝનની ફાઈનલ મેચમાં વોર્નર અને બોલર ભુવનેશ્વર કુમારનું સારૂ પ્રદર્શન રહ્યું હતું.

આઈપીએલ 2017

મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન રહ્યું હતુ.

આઈપીએલ 2018

ચેન્નઈની ટીમ આઈપીએલ 2018માં મુંબઈમાં ત્રણ વખત રમી અને ત્રણેય વાર વિજેતા બની. ચેન્નઈએ પહેલા બે મેચમાં હારની કગાર પર આવીને જીત મેળવી હતી. કેપ્ટન ધોની ચેન્નઈને ત્રીજીવાર ચેમ્પિયન બનાવવામાં સફળ રહ્યા. બે વર્ષના પ્રતિબંધ બાદ ચેન્નઈએ આઈપીએલમાં વાપસી કરી હતી. આ પહેલા 2011માં ચેન્નઈએ આ ટાઈટલ જીત્યું હતું.

 

આઈપીએલ 2019

મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં ચોથુ ટાઈટલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સને કેપ્ટન રોહિત શર્માએ ચોથી ટ્રોફી અપાવી હતી. આ ટીમની માલિક ભારતના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છે. નીતા અંબાણી હંમેશા પોતાની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો જુસ્સો વધારવા માટે મેદાનમાં હાજર રહે છે. ઘણીવખત જોવા મળ્યું કે જ્યારે ટીમ મુશ્કેલીમાં હોય તો નીતા અંબાણી સ્ટેન્ડ્સમાં બેસીને પ્રાર્થના કરવા લાગે છે.

 

આઈપીએલ 2020

આઈપીએલ 2020માં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે એકવાર ફરી કમાલ કરતા ટાઈટલ પોતાના નામે કર્યું હતું. આ વખતે કોરોના વાઈરસ (Covid-19)ને કારણે મેદાન પર કોઈ દર્શક હાજર નહતા, પરંતુ આ ટી20 લીગની લોકપ્રિયતા ઓછી થઈ નથી. આ વર્ષે લોકોએ પોતાના ઘરોમાં બેસીને લીગને પોતાનો પ્રેમ આપ્યો. આ કારણ છે કે 2020ની સીઝનમાં દર્શકોની સંખ્યાએ રેકોર્ડ તોડી દીધો છે.

 

IPL 2021ની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે યોજાવાની છે. દુબઈમાં યોજાનારી આ મેચ માટે ચેન્નાઈ અને કોલકાતાએ તૈયારી કરી લીધી છે. આજે જોવાનું રહેશે કે આઈપીએલ 2021નો ખિતાબ કોણ જીતે  છે.

 

આ પણ વાંચો : IPL 2021: .. તો શુ ઇયોન મોર્ગન કોલકાતાની પ્લેયીંગ ઇલેવનમાં જ નહી હોય, ફાઇનલમાં પોતાના સ્થાને આ ખેલાડીને મોકો આપશે !

Next Article