પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ હોકીની બ્રોન્ઝ મેડલ મેચ ભારત અને સ્પેનની ટીમો વચ્ચે રમાઈ હતી. ભારતીય ટીમ સતત બીજી વખત ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા આવી હતી અને તે સફળ પણ રહી હતી. ભારતે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે જ ઓલિમ્પિકમાં ભારતનો આ 13મો મેડલ છે.
પહેલા ક્વાર્ટરમાં ભારત અને સ્પેન વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. બંને ટીમોના ખેલાડીઓએ સતત ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડિફેન્સે સારું પ્રદર્શન કર્યું હતું, જેના કારણે પ્રથમ ક્વાર્ટરમાં કોઈ ગોલ જોવા મળ્યો ન હતો.
બીજા ક્વાર્ટરની શરૂઆતમાં સ્પેન તરફથી મેચનો પ્રથમ ગોલ જોવા મળ્યો હતો. 18મી મિનિટે માર્ક મિરાલેસ પોર્ટિલોએ પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કર્યો હતો. આ પછી 20મી મિનિટે સ્પેનને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો. જોકે તે તેને ગોલમાં બદલી શક્યો ન હતો. ભારતને રમતની 29મી મિનિટે પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો, પરંતુ અહીં પણ ગોલ થયો નહોતો. ત્યારબાદ આ હાફની છેલ્લી ઘડીમાં ભારતને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો હતો. આ વખતે ભારતીય કેપ્ટન હરમનપ્રીતે ગોલ કરીને મેચને 1-1થી બરાબર કરી દીધી હતી.
‘ !
Harmanpreet Singh and co. help claim their 1️⃣3️⃣th medal in hockey at the Olympics! #Paris2024 pic.twitter.com/t7rMnEFQCa
— Olympic Khel (@OlympicKhel) August 8, 2024
બીજા હાફમાં પણ ભારતીય ટીમે તેની મજબૂત રમત ચાલુ રાખી હતી. ભારતને ત્રીજા ક્વાર્ટરની ત્રીજી મિનિટે પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. હરમનપ્રીત સિંહે આ વખતે પણ કોઈ ભૂલ ન કરી અને ભારત માટે મેચનો બીજો ગોલ કર્યો, જેના કારણે ભારતે 2-1ની સરસાઈ મેળવી લીધી.
ભારતે પેરિસ ઓલિમ્પિકમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. આ પછી આર્જેન્ટિના સામે રમાયેલી મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. તેની ત્રીજી મેચમાં ભારતીય ટીમે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. આ પછી તેને બેલ્જિયમ સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી અને પેનલ્ટી શૂટઆઉટમાં બ્રિટનને 4-2થી હરાવ્યું. પરંતુ સેમિફાઈનલમાં ભારતીય ટીમ 2-3થી હારી ગઈ હતી.
આ પણ વાંચો: Paris Olympics 2024: રેસલર અમન સેહરાવતનો વિસ્ફોટક વિજય, કુસ્તીમાં સેમીફાઈનલમાં બનાવી જગ્યા
Published On - 1:47 pm, Thu, 8 August 24