
ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક એવા કેસ સામે આવી રહ્યા છે કે, ક્રિકેટર્સ પોતાની ઉંમર સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આ સમસ્યા માત્ર ક્રિકેટ જ નહી પરંતુ ભારતીય રમતમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટોલ બોર્ડે આ રીત સુધારવાની તૈયારીમાં છે. આ માટે મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. બીસીસીઆઈએ હવે ખેલાડીઓની ઉંમર સહિત અન્ય જાણકારીની તપાસ કરવા માટે એક એજન્સીની નિયુક્ત કરવાની તૈયારી કરી રહ્યું છે.
ક્રિકબઝના રિપોર્ટ મુજબ ભારતીય બોર્ડ ટૂ-ટીયર એજ વેરિફિકેશ સિસ્ટમની મદદથી ખેલાડીઓની યોગ્ય ઉંમર ઓળખે છે. આ સિસ્ટમમાં પહેલા ડોક્યુમેન્ટ અને બર્થ સર્ટિફિકેટની તપાસ સામેલ છે. ત્યારબાદ હાડકાંનો ટેસ્ટ થાય છે. જે સામાન્ય રીતે TW3 એટલે કે. ટૈનર વ્હાઈટ હાઉસ 3 કહેવામાં આવે છે. આ વેરિફિકેશ મોટા ભાગે અંડર 16 અને અંડર 15 મહિલાના સ્તરે પર કરવામાં આવે છે.
હવે આ કામ એક પ્રોફેશન એજન્સી પાસે કરાવવાનો નિર્ણય બીસીસીઆઈએ લીધો છે. આ માટે RPF એટલે કે, રિક્વેસ્ટ ફોર પ્રપોઝલને હાલમાં જાહેર કર્યો છે. જેમાં કોઈ નાની-મોટી કંપનીઓને બોલી લગાવવા માટે કહેવામાં આવ્યું છે. આ તઆ તપાસ સેવા કોણ પૂરી પાડી શકે છે. આ માટે ઓગસ્ટના અંત સુધીમાં એજન્સીની નિમણૂક કરવામાં આવશે.આ સિવાય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આધાર,પાસપોર્ટ, વોટર આઈડી અને અન્ય પુરાવાને પણ ધ્યાનથી જોશે. ભારતીય બોર્ડ દ્વારા આ તપાસની પ્રકિયા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં થશે. ખેલાડીઓને હવે આ તમામ વસ્તુઓ પર ધ્યાન આપવું પડશે. જો કોઈ ખેલાડી આમાં પકડાય જાય છે તો. તેની સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે.
ભારતીય ટીમના ખેલાડીઓ નીતિશ રાણાની જન્મતારીખમાં ગડબડ પકડાય હતી. બીસીસીઆઈએ વર્ષ 2015માં દિલ્હીના 22 ખેલાડીઓ ઉપર ઉંમર સાથે છેતરપિંડી કરવાનાકારણે પ્રતિબંધ લગાવ્યો હતો. જેમાં નીતિશ રાણાનું નામ પણ સામેલ હતુ. નીતીશ પર એજ ગ્રુપ ટુર્નામેન્ટ રમવા પર પ્રતિબંધ લાગ્યો હતો. આ સિવાય રાજસ્થાન રોયલ્સના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની ઉંમરને લઈને પણ સતત ચર્ચાઓ ચાલી રહે છે. આ તમામ દાવાઓ ખોટા છે.
Published On - 9:35 am, Mon, 4 August 25