Tokyo Olympics 2020: વિરોધી ખેલાડીને આપી જોરદાર ટક્કર, પરંતુ તીરંદાજ તરુણદીપને ન મળી જીત

|

Jul 28, 2021 | 12:00 PM

Tokyo Olympics 2020 : તરુણદીપને અંતિમ-16 મેચમાં ઇઝરાયલના શૌનીએ મ્હાત આપી. શૈનીને તરુણદીપે સારી ટક્કર આપી પરંતુ તરુણદીપ જીતી ન શક્યા.

Tokyo Olympics 2020: વિરોધી ખેલાડીને આપી જોરદાર ટક્કર, પરંતુ તીરંદાજ તરુણદીપને ન મળી જીત
Indian Archer Tarundeep

Follow us on

ટોક્યો ઓલિમ્પિક 2020માં (Tokyo OLympic-2020) આર્ચરીમાં મિકસ્ડ ટીમ ઇવેન્ટ  પુરુષ વ્યક્તિગત સ્પર્ધામાં હતાશા મળી છે. તરુણદીપ રાય મંગળવારે આ સ્પર્ધાના રાઉન્ડ-16માં હારીને બહાર થઇ ગયા છે. આ ખેલાડીએ સારી શરુઆત કરી હતી અને રાઉન્ડ-32માં જોરદાર પ્રદર્શન કરીને જીત મેળવી હતી.

પછીના પડાવમાં તરુણદીપને અંતિમ-16 મેચમાં ઇઝરાયલના શૌનીએ મ્હાત આપી. શૈનીને જો કે તરુણદીપે સારી ટક્કર આપી પરંતુ તરુણદીપ જીતી ન શક્યા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

શૈનીએ મેચ કરી પોતાના નામે 

બંને ખેલાડીઓની મેચ શૂટઑફમાં ગઇ અને ત્યા શૈનીએ બાજી મારી. ઇઝરાયલના શૈનીએ 10 સ્કોર કરીને આ મેચ પોતાના નામે કરી. પહેલા રાઉન્ડમાં મુકાબલો બરાબરી પર રહ્યો હતો. પહેલા સેટમાં તરુણદીપે માત્ર 24 અંક મેળવ્યા. 28 અંક સાથે શૈની આ રાઉન્ડ જીત્યા. બીજા સેટમાં તરુણદીપે 10-8-9 સાથે 27 અંક મેળવ્યા. જ્યારે શૈનીએ 26 અંક મેળવ્યા. અને સ્કોર 2-2 થી બરાબર રહ્યો.

 શૂટઑફે આપ્યો નિર્ણય 

ત્રીજા સેટ 27-27થી ટાઇ રહ્યો અને સ્કોર પણ 3-3 બરાબરી પર આવી ગયો. તરુણદીપે ચોથા સેટમાં 28 અંક મેળવ્યા જ્યારે શૈનીએ માત્ર 27 અંક મેળવ્યા. આ સેટ તરુણદીપના નામે રહ્યો. પરંતુ પાંચમા રાઉન્ડમાં શૈનીએ 28 અંક મેળવ્યા જ્યારે તરુણદીપે 27 અંક મેળવ્યા. અહીં મુકાબલો બરાબર થઇ ગયો અને નિર્ણય શૂટઑફમાં નિકળ્યો.

યૂક્રેનના ખેલાડીને આપી મ્હાત 

આ પહેલા ભારતના અનુભવી તીરંદાજ તરુણદીપે અંતિમ -32 મુકાબલામાં યૂક્રેના ઓલેક્સી હનબિન સામે જીત્યા. 6-4થી રોમાંચક જીત મેળવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી. ત્રીજી ઓલિમ્પિક રમી રહેલા સેનાના 37 વર્ષના તીરંદાજ યૂક્રેની ખેલાડી સામે એક સમયે 2-4થી પાછળ ચાલી રહ્યા હતા. પરંતુ પરફેક્ટ 10નો સ્કોર કરીને છેલ્લા 2 સેટ જીતી અને મેચ પોતાના નામે કરી.

Next Article