વેસ્ટ ઈન્ડીઝે ભારતને પ્રથમ વન-ડે મેચમાં 8 વિકેટથી હરાવી દીધુ. વેસ્ટ ઈન્ડીઝે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. જેમાં ભારતે 8 વિકેટ પર 287 રન બનાવ્યા હતા. જ્યારે વેસ્ટ ઈન્ડીઝે 2 વિકેટ પર 291 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાનું રનઆઉટ થવું ચર્ચા રહ્યું છે. આ મામલે કેપ્ટન કોહલીએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે.
Ravindra Jadeja was declared run-out in 1st ODI against WI after on-field umpire referred decision to 3rd umpire after initially ignoring appeal. "The people sitting on TV outside cannot tell fielders to tell umpire to review it again.I have never seen that happen," Kohli said. pic.twitter.com/nyzNsZpiPc
— Tv9 Gujarati (@tv9gujarati) December 16, 2019
ભારતીય કેપ્ટને કહ્યું કે જ્યારે ફિલ્ડરે પુછ્યુ કે ‘હાઉ ઈઝ ધેટ’ અને અમ્પાયરે કહી દીધુ કે ‘નોટ આઉટ’ તો વાત પુરી થઈ જાય છે. બહાર બેઠેલા લોકો મેચ ચલાવી શકતા નથી. બહાર બેઠેલા લોકો ટીવી જોઈને ફિલ્ડર્સને કહી ના શકે કે અમ્પાયરના નિર્ણયનો બીજી વખત રિવ્યુ કરવામાં આવે. મેં ક્રિકેટમાં આવું ક્યારેય જોયુ નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોહલીએ કહ્યું કે હું જાણતો નથી કે નિયમ શું છે, ક્યાંકને ક્યાંક તો લાઈન ખેંચવી પડશે. મને લાગે છે કે રેફરી અને અમ્પાયરે આ વાતને ધ્યાનમાં લેવી જોઈએ. આપણે જોવું જોઈએ કે ક્રિકેટમાં સાચી વસ્તુ થવી જોઈએ. બહાર બેઠેલા લોકો મેચ નિર્ધારિત કરી શકે નહીં અને અહીંયા એવું થયુ.
મેચ દરમિયાન 48મી ઓવરમાં જાડેજાએ ઝડપી 1 રન લેવા માટેનો પ્રયત્ન કર્યો પણ ફિલ્ડરે નોન-સ્ટ્રાઈકર જોન પર વિકેટ પર સીધો થ્રો માર્યો. અમ્પાયર શોન જોર્જે શરૂઆતમાં તેમને આઉટ ના આપ્યો પણ રિવ્યુમાં જોવા મળ્યું કે જાડેજા તેમની ક્રીઝ સુધી પહોંચી શક્યા નહતા. ત્યારે વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીઓએ કોઈ જોરદાર અપીલ કરી નહતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મેદાનમાં હાજર અમ્પાયરે ખુબ સમય પછી થર્ડ અમ્પાયરને નિર્ણય પુછ્યો, ત્યાં સુધી સ્ક્રીન પર સમગ્ર ઘટનાક્રમ બતાવવામાં આવી ચૂક્યો હતો. રોસ્ટન ચેજે મિડ-વિકેટથી સીધો થ્રો વિકેટમાં માર્યો હતો. તેમને અમ્પાયરને અપીલ પણ કરી હતી પણ અમ્પાયરે આઉટ આપ્યો નહતો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:27 am, Mon, 16 December 19