India Vs South Africa: દક્ષિણ આફ્રિકાએ ભારત વિરુદ્ધ ટેસ્ટ ટીમની કરી જાહેરાત, આ બે નવા ખેલાડીઓને મળી તક

|

Dec 07, 2021 | 5:34 PM

India Vs South Africa: દક્ષિણ આફ્રિકાએ ભારત સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બોર્ડના પસંદગીકારોએ બે ટેસ્ટ માટેની ટીમમાં બે નવા ચહેરાનો સમાવેશ કર્યો છે. બંને દેશો વચ્ચે 26 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.

India Vs South Africa: દક્ષિણ આફ્રિકાએ ભારત વિરુદ્ધ ટેસ્ટ ટીમની કરી જાહેરાત, આ બે નવા ખેલાડીઓને મળી તક
South Africa cricket team

Follow us on

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ( Cricket South Africa ) ભારત સામે રમાનારી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર સિસાંડા મગાલા અને વિકેટ કીપર બેટ્સમેન રેયાન રિકલ્ટનને મંગળવારે જાહેર કરવામાં આવેલી 21 સભ્યોની ટીમમાં નવા ચહેરા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ટીમના કેપ્ટન ડીન એલ્ગર હશે, જ્યારે ટેમ્બા બાવુમા વાઇસ-કેપ્ટનની ભૂમિકા નિભાવશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે.

આ ખેલાડીઓની વાપસી
વર્ષ 2019માં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમનાર ફાસ્ટ બોલર ડુઆન ઓલિવરની ટીમમાં વાપસી થઈ છે. આ સિવાય ફાસ્ટ બોલર એનરીખ નોર્કિયા અને કાગિસ રબાડા પણ ટીમમાં પરત ફર્યા છે. આ બંને બોલરોને નેધરલેન્ડ સામેની ક્રિકેટ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો. તે જ સમયે, ગ્લેંટન સ્ટર્મન અને પ્રેનેલન સુબ્રે પણ ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યા છે.

ઓમિક્રોનના કારણે પ્રવાસ મોકૂફ રાખવામાં આવ્યો હતો
ભારતનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ 17 ડિસેમ્બરથી શરૂ થવાનો હતો. પરંતુ ત્યાં કોરોનાનું નવું વેરિયન્ટ ઓમિક્રોન મળવાને કારણે આ પ્રવાસ લગભગ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવ્યો હતો. ઓમિક્રોનના ખતરાને જોતા સમગ્ર ક્રિકેટ શ્રેણી પર સંકટના વાદળ છવાઈ ગયા હતા. પરંતુ બાદમાં બીસીસીઆઈએ પ્રવાસ ટૂંકો કરીને ટેસ્ટ અને વનડે શ્રેણી રમવા માટે સંમતિ આપી હતી. બંને દેશો વચ્ચે રમાનારી ચાર T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી હવે પછી રમાશે.

Post Office ની આ સ્કીમમાં તમને મળશે ડબલ વ્યાજ, જાણો વિગત
વરુણ ધવને ગુજરાતી થાળી જમીને કહ્યું મજા આવી ગઈ, જુઓ ફોટો
જાણો તમારું આજનું રાશિફળ તારીખ : 20 ડિસેમ્બર, 2024
ગોવિંદાની દીકરી ફિલ્મોમાં કરી ચુકી છે ડેબ્યુ, જુઓ તેની ખૂબસૂરત તસવીરો
ઘરે બેઠા ઓનલાઈન PPF એકાઉન્ટ કેવી રીતે ખોલવું, આ છે રીત
સારા તેંડુલકર અને મનુ ભાકરમાંથી કોણ વધુ અમીર છે?

દક્ષિણ આફ્રિકા ટેસ્ટ ટીમ
ડીન એલ્ગર (કેપ્ટન), ટેમ્બા બાવુમા (વાઈસ-કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (ડબલ્યુકે), કાગીસો રબાડા, સરેલ ઈરવી, બ્યુરેન હેન્ડ્રીક્સ, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, લુંગી એનગીડી, એઈડન માર્કરામ, વિયાન મુલ્ડર, એનરીખ-નોર્સિયા, કીગન પીટરસન, રસી વાન ડેર ડ્યુસેન, કાયલ વેરેન, માર્કો જેન્સન, ગ્લેંટન સ્ટર્મન, પ્રેનેલન સુબ્રે, સિસાંડા મગાલા, રેયાન રિકલ્ટન, ડુઆન ઓલિવર.

આ પણ વાંચોઃ કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને વળતર આપવાના મુદ્દે, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના વકિલને કહ્યુ, અમને એફિડેવિટ ના બતાવો, ખીસ્સામાં રાખો

આ પણ વાંચોઃ હર ઘર જલ યોજના હેઠળ ગ્રામીણ ઘરોમાં 89 ટકા નળ જોડાણ અપાયા, સપ્ટેમ્બર 2022 સુધીમાં 100 ટકા નળ જોડાણ પૂર્ણ કરવા મુખ્યમંત્રીએ દિશાનિર્દેશ આપ્યા

Next Article