India vs New zealand : ન્યૂઝીલેન્ડ T20 સિરીઝ બાદ ટેસ્ટમાં પણ આ 3 ભારતીય ખેલાડીઓની પસંદગી નહીં થાય!

|

Nov 11, 2021 | 4:52 PM

ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડ India Vs New Zealand સામે 3 મેચની T20 સીરિઝ પછી 2 ટેસ્ટની સીરિઝ રમવાની છે.

India vs New zealand : ન્યૂઝીલેન્ડ T20 સિરીઝ બાદ ટેસ્ટમાં પણ આ 3 ભારતીય ખેલાડીઓની પસંદગી નહીં થાય!
Indian players

Follow us on

india vs new zealand : ટી20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તે સુપર-12 રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી. પરંતુ હવે ટીમ ઈન્ડિયા સામે એક નવો પડકાર છે. રોહિત શર્માના નેતૃત્વ હેઠળ, ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ (India vs New Zealand) સામે 3 મેચની T20 સીરિઝ (T20 series)રમવા જઈ રહી છે, ત્યારબાદ બંને ટીમો વચ્ચે 2-ટેસ્ટ સીરિઝ રમાશે.

એક પ્રખ્યાત ન્યુઝ વેબસાઈટના અહેવાલ મુજબ જસપ્રીત બુમરાહ ( jasprit bumrah), મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર (shardul thakur) T20 પછી ટેસ્ટ સીરિઝ (Test series)માં નહીં રમે. તે જ સમયે, ટી20 સીરિઝ માટે ટીમમાં પસંદ કરાયેલા ઋષભ પંતને પણ ટેસ્ટ સીરિઝમાં આરામ આપવામાં આવશે. વિરાટ કોહલી ટેસ્ટ સિરીઝની બંને મેચ પણ નહીં રમે. માનવામાં આવી રહ્યું છે કે, વિરાટ કોહલી કાનપુર નહીં પરંતુ મુંબઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. આ પછી ટીમ ઈન્ડિયા ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા (South Africa)ના પ્રવાસ માટે રવાના થશે.

પંતની ગેરહાજરીમાં વિકેટકીપર કોણ હશે?

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

જો રિષભ પંતને આરામ આપવામાં આવે તો રિદ્ધિમાન સાહા ભારતની પ્લેઈંગ ઈલેવનમાં દેખાઈ શકે છે અને કેએસ ભરતને બીજા વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ પહેલા બીસીસીઆઈએ બાયો બબલના ખેલાડીઓને 2 દિવસની રજા આપી છે. સીરિઝ પહેલા તમામ ખેલાડીઓ તેમના પરિવારને મળી શકશે.

ભારત-ન્યૂઝીલેન્ડ T20-ટેસ્ટ સીરિઝ શેડ્યૂલ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 17 નવેમ્બરથી T20 સીરીઝ શરૂ થશે. પ્રથમ T20 જયપુરમાં રમાશે. બીજી T20 19 નવેમ્બરે રાંચીમાં અને ત્રીજી T20 21 નવેમ્બરે કોલકાતામાં રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ 25 નવેમ્બરથી કોલકાતામાં શરૂ થશે અને બીજી ટેસ્ટ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે.

ન્યુઝીલેન્ડ T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા – રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, ઈશાન કિશન, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, અક્ષર પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.

આ પણ વાંચો : T20 World Cupમાં ભારતના ખરાબ પ્રદર્શન બાદ આ દિગ્ગજ ખેલાડીએ બ્રોડકાસ્ટર પર પ્રહારો કર્યા, કહ્યું શેડ્યુલિંગમાં મનમાની કરી, ICCએ આપ્યો સાથ

Published On - 4:42 pm, Thu, 11 November 21

Next Article