IND vs NZ, 2nd T20I: રાંચી T20માં હર્ષલ પટેલે (Harshal patel) શાનદાર બોલિંગ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ (New Zealand team20 ઓવરમાં 153 રન બનાવી શકી હતી, જેના જવાબમાં ભારતીય ટીમે (Indian team)18મી ઓવરમાં લક્ષ્ય હાંસલ કરીને શ્રેણી પર કબજો કરી લીધો હતો. હર્ષલ પટેલે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ (International match)માં 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી
તેને મેન ઓફ ધ મેચ (Man of the Match)તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. હર્ષલ પટેલની બોલિંગે રોહિત-રાહુલની અડધી સદીઓને પણ દાબી દીધી હતી કારણ કે તેણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, હર્ષલ પટેલે માત્ર 24 બોલમાં એ પાવર બતાવ્યો છે જે ટીમ ઈન્ડિયા (Team India)ને T20 ચેમ્પિયન બનાવી શકે છે.
હર્ષલ ભીના બોલથી અદ્ભુત બોલિંગ કરે છે
T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021)માં, ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકી ન હતી કારણ કે, તે પ્રથમ 2 મેચમાં જ ટોસ હારી ગઈ હતી અને તેના બોલરોના કારણે સ્કોર કરી શક્યા ન હતા. પરંતુ હર્ષલ પટેલ સાથે કંઈક અલગ જ દેખાય છે. હર્ષલ પટેલ ભીના બોલથી અદભૂત બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. IPL 2021માં, હર્ષલ પટેલે ભીના બોલથી વિકેટો લીધી અને હવે રાંચી T20માં જ્યાં ઝાકળ હતી, પટેલે ભીના બોલથી સારી લાઇન લેન્થ પર બોલિંગ કરી.
હર્ષલ પટેલનો શ્રેષ્ઠ ધીમો બોલ છે
હર્ષલ પટેલ બેટ્સમેનને ફટકારવા માટે મોટે ભાગે ધીમા બોલનો ઉપયોગ કરે છે. પરંતુ હર્ષલનો ધીમો બોલ અન્ય કરતા અલગ છે.
હર્ષલ ડેથ ઓવરના નિષ્ણાત છે
બોલ જૂનો થયા બાદ હર્ષલ પટેલ વધુ ખતરનાક લાગે છે. ડેથ ઓવરોમાં તેના બોલનો કોઈ જવાબ નથી. તેની પાસે યોર્કર તેમજ અદભૂત ધીમો બોલ છે. આ સ્કિલ તેને આગામી T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં જગ્યા અપાવી શકે છે.
હર્ષલ નીચલા ક્રમમાં પણ સારી બેટિંગ કરે છે
તમને જણાવી દઈએ કે હર્ષલ પટેલમાં નીચલા ક્રમમાં પણ સારી બેટિંગ કુશળતા છે. હર્ષલ પટેલની ટી20 બેટિંગ એવરેજ 17થી વધુ છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 150થી વધુ છે. નીચલા ક્રમમાં આ આંકડા ખરેખર ઉત્તમ છે. તાજેતરમાં હર્ષલ પટેલ પણ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હરિયાણા માટે ઓપનિંગ કરવા ઉતર્યો હતો.
આ પણ વાંચો : VIDEO: તેમણે મારી પત્નિને….કહીને પ્રેસ કોન્ફરન્સમાં ધ્રુસકેને ધ્રુસકે રડ્યા ચંદ્રાબાબુ નાયડુ, લીધી આકરી પ્રતિજ્ઞા