ભારત અને શ્રીલંકા વચ્ચે મહિલા એશિયા કપ 2024 ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. યજમાન શ્રીલંકન મહિલા ટીમ પ્રથમ વાર એશિયા કપ વિજેતા બનવાના જુસ્સા સાથે મજબૂત ટીમ ઈન્ડિયા સામે ટકરાઈ છે. ફાઈનલમાં મેચ જબરદસ્ત રહેવાની શરુઆતથી જ આશા હતા. યજમાન અને 7 વારની વિજેતા ટીમ વચ્ચેનો જંગ હોવાને લઈ સૌની નજર એશિયા કપ ફાઈનલ પર ઠરી છે. ભારતીય ટીમની રમત ધીમી રહી હતી. ઓપનર મંધાનાની શાનદાર રમત વડે ભારતે 165 રનનો સ્કોર 6 વિકેટના નુક્સાન પર ખડક્યો હતો.
Innings Break!
Vice-captain @mandhana_smriti‘s elegant 60(47), and brisk knocks from @JemiRodrigues (29 off 16) & @13richaghosh (30 off 14) help #TeamIndia post 165/6.
Over to our bowlers
Scorecard ▶️ https://t.co/RRCHLLmNEt#WomensAsiaCup2024 | #INDvSL | #ACC | #Final pic.twitter.com/j5UgyYeq3R
— BCCI Women (@BCCIWomen) July 28, 2024
અહીં જબરજદસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે. અને જેની અસર મેચમાં જોવા મળી રહી છે. ભારતીય સુકાનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, આમ શ્રીલંકા સામે લક્ષ્ય ખડકીને તેને ટીમ ઈન્ડિયા સુરક્ષિત રાખવા માટે પ્રયાસ કરશે. જોકે લક્ષ્યનો પિછો કરતી ઈનિંગમાં પવન મહત્વની ભૂમિકા નિભાવશે એમ માનવામાં આવી રહ્યું છે.
ભારતીય ટીમની શરુઆત ધીમી રહી હતી. જોકે મંધાનાના એક બાદ એક બે કેચ ડ્રોપ થવા બાદ તેણે સ્કોર બોર્ડને ઝડપથી ફેરવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ શેફાલી વર્મા અને ઉમા છેત્રીની વિકેટ ગુમાવવાને લઈ રમત ફરી ધીમી પડી હતી. સુકાની હરમનપ્રીત કૌર અને ઓપનર સ્મૃતિ મંધાનાએ રમતને સંભાળી હતી અને બંનેએ મક્કમ રમત રમવાનો પ્રયાસ કર્યો હતો.
મંધાનાએ શાનદાર રમત વડે અડધી સદી નોંધાવતા 60 રન ફટકાર્યા હતા. તેણે 10 ચોગ્ગાની મદદ વડે 47 બોલમાં આ રન નોંધાવ્યા હતા. જેમિમાહ રોડ્રિગ્ઝે પણ આક્રમક રમત વડે 29 રનનું યોગદાન આપ્યું હતુ. જેમિમાહ રોડ્રિગ્ઝે 16 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદ વડે આ રન નોંધાવ્યા હતા. અંતમાં રિચા ઘોષે આક્રમક રમતનો મોરચો સંભાળ્યો હતો. તેણે 14 બોલનો સામનો કરીને 30 રન નોંધાવ્યા હતા. જેમાં 1 છગ્ગો અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. 19મી ઓવરમાં તેણે સળંગ બે ચોગ્ગા બાદ છગ્ગો ફટકાર્યો હતો.
ઓપનર શેફાલી વર્મા 19 બોલનો સામનો કરીને 16 રન નોંધાવી વિકેટ ગુમાવી પરત ફરી હતી. તે 7મી ઓવરમાં કવિશા દીલહરીના બોલ પર લેગબિફોર થઈને આઉટ થઈ હતી. તેણે બે ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ઉમા છેત્રી ફુલ બોલને સ્વીપ રમવાની ઉતાવળમાં વિકેટ ગુમાવીને પરત ફરી હતી. છેત્રીએ 7 બોલનો સામનો કરીને 9 રન નોંધાવ્યા હતા. તેણે એક ચોગ્ગો ફટકાર્યો હતો.
Published On - 4:37 pm, Sun, 28 July 24