સાઉથ આફ્રિકા (SA) પ્રવાસ પર રવાના થયા પહેલા ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ઈજાના કારણે ટેસ્ટ સિરિઝમાંથી બહાર થઈ ગયા છે. મુંબઈમાં પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્માના પગમાં માંસપેશીઓ ખેંચાઈ ગઈ, ત્યારબાદ તે ટેસ્ટ સિરિઝથી બહાર થઈ ગયા.
રોહિત શર્માના બહાર થયા બાદ પસંદગીકર્તાઓએ તે ખેલાડીને ટીમમાં તક આપી છે, જેને 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેના બેટ દ્વારા 3 સદી લાગી ચૂકી છે. વાત થઈ રહી છે કે પ્રિયાંક પંચાલ (Priyank Panchal)ની જે છેલ્લા 13 વર્ષથી ઘરેલુ ક્રિકેટમાં પોતાનો દમ દેખાડી રહ્યો છે પણ તેમની મહેનતનું ફળ હવે મળ્યું છે.
31 વર્ષના પ્રિયાંક પંચાલ ગુજરાત રણજી ટ્રોફી ટીમના કેપ્ટન છે. તાજેતરમાં જ પ્રિયાંકને સાઉથ આફ્રિકા એ પ્રવાસ પર ઈન્ડિયા એ ના કેપ્ટન બનાવી મોકલવામાં આવ્યો, જ્યાં તેમને સારૂ પ્રદર્શન કર્યુ. આ કારણે જ પંચાલને ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવી છે.
પ્રિયાંક પંચાલ વર્ષ 2016-17 રણજી સિઝનમાં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેમને 17 ઈનિંગમાં 1,310 રન ફટકાર્યા હતા. પંચાલની બેટિંગના દમ પર ગુજરાતે રણજી ટ્રોફી પણ જીતી હતી. ફાઈનલમાં ગુજરાતે મુંબઈ જેવી મજબૂત ટીમને માત આપી હતી. આ સિઝનમાં પંચાલે પંજાબની વિરૂદ્ધ 3 સદી ફટકારી હતી. પંચાલ 3 સદી ફટકારનારો ગુજરાતનો પ્રથમ ખેલાડી બન્યો હતો.
રણજી ટ્રોફીના 2017-18 સિઝનમાં પણ પંચાલ ગુજરાતના ટોપ રન સ્કોરર રહ્યા. આ બેટ્સમેને માત્ર 7 મેચમાં 542 રન ફટકાર્યા અને આગામી સિઝનમાં પંચાલે 898 રન ફટકાર્યા પણ ત્યારબાદ પંચાલ 2019-20 રણજી સિઝનમાં 29ની એવરેજથી 457 રન જ બનાવી શક્યા. પંચાલ લાંબા સમયથી રન બનાવી રહ્યા હતા પણ તેમને ટીમ ઈન્ડિયામાં તક મળી નહતી.
જ્યારે રાહુલ દ્રવિડે હેડ કોચની ખુરશી સંભાળી પંચાલ અચાનક ચર્ચામાં આવી ગયા. પહેલા તેમને ઈન્ડિયા એ ટીમની સાથે સાઉથ આફ્રિકા પ્રવાસ પર મોકલવામાં આવ્યા અને હવે તે ટીમ ઈન્ડિયામાં જગ્યા મેળવી ચૂક્યા છે.
આ પણ વાંચો: અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને રાજનાથ સિંહને કર્યો ફોન, CDS બિપિન રાવત સાથેની તેમની મુલાકાત કરી યાદ