IND vs NZ: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2021ની હારને પાછળ છોડીને આગામી વર્ષની ટુર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તેની શરૂઆત આ વર્ષની ઉપવિજેતા ન્યુઝીલેન્ડ સામેની જીત સાથે કરી છે. ટીમ ઈન્ડિયાએ ભારતના પ્રવાસે આવેલી કિવી ટીમ સાથેની T20 શ્રેણીની પ્રથમ મેચમાં 5 વિકેટે જીત મેળવી હતી. નવા કેપ્ટન રોહિત શર્મા (Captain Rohit Sharma)અને નવા કોચ રાહુલ દ્રવિડના નેતૃત્વમાં ભારતીય ટીમે (Indian team) જયપુરમાં રમાયેલી આ મેચમાં 165 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને તેની સાથે એક રેકોર્ડ પણ બનાવ્યો હતો.
ભારતે T20 ઈન્ટરનેશનલ (T20 International)માં લક્ષ્યનો પીછો કરતા સૌથી વધુ જીતનો રેકોર્ડ બનાવ્યો છે. 17 નવેમ્બર બુધવારના રોજ જયપુર (Jaipur)માં મળેલી જીત એ ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કરવામાં ટીમ ઈન્ડિયાનો 50મો વિજય હતો. ભારતીય ટીમે 151 મેચમાં આ 50મો વિજય હાંસલ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ કુલ 96 મેચ જીતી છે.
Most wins while chasing in T20Is:
50 – India
49 – Australia
49 – Pakistan
42 – England
35 – South Africa
32 – New Zealand
31 – Sri Lanka
31 – West Indies
25 – Ireland
23 – Netherlands
22 – Afghanistan
22 – Bangladesh— saurabh sharma (@cntact2saurabh) November 17, 2021
અત્યાર સુધી ભારતીય ટીમ આ મામલે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની બરાબરી પર હતી. પરંતુ હવે તે તેનાથી આગળ નીકળી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ 153 મેચમાં 49 વખત બીજા નંબર પર બેટિંગ કરતા સફળતા હાંસલ કરી છે. બીજી તરફ પાકિસ્તાને 183 મેચમાં માત્ર 49 વખત જ સફળતાપૂર્વક ટાર્ગેટ હાંસલ કર્યો છે.
આ ત્રણ ટીમો સિવાય ઈંગ્લેન્ડ પણ આ યાદીમાં છે, પરંતુ તે તેનાથી થોડું પાછળ છે. ઈંગ્લેન્ડે અત્યાર સુધી 143 મેચ રમી છે, જેમાંથી 42 વખત તે બીજી ઈનિંગમાં બેટિંગ કરીને ટાર્ગેટ હાંસલ કરવામાં સફળ રહી છે.
બુધવારે ટીમ ઈન્ડિયાની જીતમાં રવિચંદ્રન અશ્વિન અને ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ બતાવીને ન્યૂઝીલેન્ડને 164 રન સુધી રોકી દીધું હતું. ત્યારબાદ સુકાની રોહિત શર્માએ બેટિંગમાં સારી શરૂઆત કરી હતી, જેને સૂર્યકુમાર યાદવની શાનદાર અડધી સદીએ લક્ષ્યની નજીક પહોંચાડી હતી. અંતમાં, રોમાંચક મેચમાં, રિષભ પંતે 20મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકારીને મેચ સમાપ્ત કરી.
ત્યારબાદ T20 ફોર્મેટમાં રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે સૌથી વધુ મેચ જીતવાના મામલે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ આ ત્રણ ટીમો પછી આવે છે, જેમના નામ અનુક્રમે 42, 35 અને 32 જીત છે.
આ પણ વાંચો : IND vs NZ: ઋષભ પંતે પણ કર્યો ધોનીની માફક કમાલ, હવે રેકોર્ડ બુકમાં માહિ બાદ નોંધાયુ પંતનુ નામ
Published On - 2:37 pm, Thu, 18 November 21