Breaking News: IND vs NZ T20I સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ બે ધૂરંધર ખેલાડીઓની થઈ વાપસી, જુઓ ટીમ

IND vs NZ T20 Series: ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી પહેલા BCCI એ મોટી જાહેરાત કરી છે. વોશિંગ્ટન સુંદર અને તિલક વર્માની ઈજાને કારણે ટીમમાં બે સ્ટાર ખેલાડીઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.

Breaking News: IND vs NZ T20I સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ બે ધૂરંધર ખેલાડીઓની થઈ વાપસી, જુઓ ટીમ
IND vs NZ T20 Series
| Updated on: Jan 17, 2026 | 8:03 AM

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ 21 જાન્યુઆરીથી શરૂ થવાની છે. BCCIએ ટી20 સિરીઝ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રેયસ ઐયર આ ટીમમાં પાછો ફર્યો છે. અગાઉ, ઐયર ODI ટીમમાં પાછો ફર્યો હતો અને હવે T20 વર્લ્ડ કપ પહેલા T20 ટીમમાં પણ પાછો ફર્યો છે. રવિ બિશ્નોઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે ટીમ ઈન્ડિયાની T20 ટીમમાં કયા કયા ખેલાડી છે.

શ્રેયસ ઐયર ટીમમાં પાછો ફર્યો

સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીની અંતિમ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી, ઐયર ટીમ ઈન્ડિયાથી દૂર છે. જોકે, તે ઝડપથી સ્વસ્થ થઈ ગયો અને ન્યૂઝીલેન્ડ સામેની ODI સિરીઝમાં પ્રવેશ કર્યો છે. હવે, ઐયર ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે મેદાનમાં પાછો ફર્યો છે. જોકે, આ ટીમ ઈન્ડિયાની છેલ્લી T20 સીરિઝ હશે, કારણ કે ટીમ 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા ICC T20 વર્લ્ડ કપમાં રમશે.

રવિ બિશ્નોઈને મળી તક

રવિ બિશ્નોઈને પણ ન્યુઝીલેન્ડ સામેની T20 સીરિઝમાં તક આપવામાં આવી છે. લાંબા સમયથી ટીમ ઈન્ડિયાથી દૂર હોવા છતાં, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને ઈશાન કિશનનો પણ આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈશાન કિશનને પણ BCCI દ્વારા વર્લ્ડ કપ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. જોકે, સિરાજ અને શમી હજુ પણ બહાર છે.

T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડી

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ ઐયર (પ્રથમ ત્રણ T20 મેચ), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ઈશાન કિશન (વિકેટકીપર) અને રવિ બિશ્નોઈ

વોશિંગ્ટન સુંદર ટીમમાંથી બહાર

ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને 11 જાન્યુઆરીએ વડોદરામાં રમાયેલી પહેલી વનડે દરમિયાન બોલિંગ કરતી વખતે અચાનક પાંસળીના નીચેના ભાગમાં દુખાવો થયો. ત્યારબાદના સ્કેનથી સાઇડ સ્ટ્રેનની પુષ્ટિ થઈ. મેડિકલ ટીમે તેમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે. દરમિયાન, તિલક વર્મા ઈજાને કારણે પહેલા ત્રણ T20 મેચમાંથી બહાર થઈ ગયા છે. વોશિંગ્ટન સુંદરના સ્થાને લેગ-સ્પિનર ​​રવિ બિશ્નોઈને T20i ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ટી20 સીરિઝનું શેડ્યૂલ 

પહેલી ટી20 – 21 જાન્યુઆરી, 2026 – વીસીએ સ્ટેડિયમ – નાગપુર
બીજી ટી20 – 23 જાન્યુઆરી, 2026 – એસવીએનએસ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ – રાયપુર
ત્રીજી ટી20 – 25 જાન્યુઆરી, 2026 – બારસાપારા સ્ટેડિયમ – ગુવાહાટી
ચોથી ટી20 – 28 જાન્યુઆરી, 2026 – એસીએ-વીડીસીએ સ્ટેડિયમ – વિશાખાપટ્ટનમ
પાંચમી ટી20 – 31 જાન્યુઆરી, 2026 – ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ – તિરુવનંતપુરમ

Breaking News : કોણ છે અમન મોખડે, જેણે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરને પાછળ છોડ્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો