IND vs ENG: ભારતે 298 રને દાવ ડીકલેર કર્યો, ઇંગ્લેન્ડ સામે 272 રનનો પડકાર રાખ્યો

મહંમદ શામી અને જસપ્રીત બુમરાહે શાનદાર ભાગીદારી રમત રમી હતી. શામીએ ફીફટી લગાવી હતી. ઇંગ્લીશ બોલરો આ જોડીને જોડવા માટે તરસી ગયા હતા પરંતુ બંને એ ચોગ્ગાઓ લગાવતી રમત જારી રાખી હતી.

IND vs ENG: ભારતે 298 રને દાવ ડીકલેર કર્યો, ઇંગ્લેન્ડ સામે 272 રનનો પડકાર રાખ્યો
Mohammed Shami-Jasprit Bumrah
| Updated on: Aug 16, 2021 | 6:53 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે લોર્ડઝ ટેસ્ટ (Lords Test) નો આજે અંતિમ દિવસ છે. ભારતનો બીજો દાવ 298 રનના સ્કોર પર ઘોષીત કરાયો હતો. ઇંગ્લેન્ડની 27 રનની સરસાઇને લઇને ભારતે ઇંગ્લેન્ડ સામે 272 રનનો પડકાર રાખ્યો હતો. મંહમદ શામીની ધમાકેદાર ફીફટી અને જસપ્રીત બુમરાહની નવમી વિકેટની ભાગીદારી રમતે ટીમને મજબૂત સ્થિતીમાં લાવી મુકી હતી.

મહંમદ શામી આજે પ્રથમ સેશનમાં આકર્ષણનુ કેન્દ્ર રહ્યો હતો. તેની સાથે બુમરાહે પણ શાનદાર રમત રમી હતી. શામીએ 70 બોલમાં 56 રનની ઇનીંગ રમી હતી. જેમાં તેણે 6 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો હતો. જસપ્રીત બુમરાહે 64 બોલમાં 34 રન કર્યા હતા. તેણે 3 ચોગ્ગા લગાવ્યા હતા. બંને વચ્ચે શાનદાર ભાગીદારી રમત રમાઇ હતી. જેને લઇ ભારત મજબૂત સ્થિતીમાં પહોંચ્યુ હતુ. તેમની રમતના આધારે જ ભારતનો ઇનીંગ ડીક્લેર કરવાનો માહોલ બન્યો હતો.

ભારતીય ટીમના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ ચોથા દિવસની રમતની શરુઆતે જ એક બાદ એક ઝડપ થી વિકેટ ગુમાવતા જ ભારત
મુશ્કેલ સ્થિતીમાં મુકાયુ હતુ. રોહિત શર્મા, કેએલ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલી ઝડપ થી પેવેલિયન પરત ફર્યા હતા. ત્યાર બાદ અજીંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા એ શતકીય ભાગીદારી રમત રમીને મુશ્કેલ સ્થિતીમાંથી ઉગારવાનો પ્રયાસ કર્યો હતો. બંને એ વિકેટ ટકાવી સ્કોર બોર્ડને ધીમે પરંતુ આગળ વધાર્યુ હતુ.

ઋષભ પંત અને ઇશાંત શર્મા (Ishant Sharma) બંને એ આજે સવારે પાંચમાં દિવસની રમતની શરુઆત કરી હતી. જ્યાં રમતની શરુઆતની ઓવરો દરમ્યાન જ પંતની વિકેટ ભારતે ગુમાવી હતી. પંત 22 રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ ઇશાંત શર્માએ તેની વિકેટ ગુમાવી હતી. બંને એ બાઉન્ડરી લગાવી આક્રમતા દર્શાવી હતી, બંને લયમાં હતા અને એક બાદ એક આઉટ થયા હતા. ઇશાંતે 16 રન 24 બોલમાં કર્યા હતા.

શામી-બુમરાહની શાનદાર રમત

મહંમદ શામી અને જસપ્રીત બુમરાહે શાનદાર ભાગીદારી રમત રમી હતી. શામીએ ફીફટી લગાવી હતી. ઇંગ્લીશ બોલરો આ જોડીને જોડવા માટે તરસી ગયા હતા પરંતુ બંને એ ચોગ્ગાઓ લગાવતી રમત જારી રાખી હતી. જેને લઇ ઇંગ્લીશ ટીમ પરેશાન થઇ ગઇ હતી. જ્યારે દર્શકો સ્ટેડિયમમાં ખુશ થઇ ગયા હતા અને તેમની રમત પર જશ્ન મનાવવા લાગ્યા હતા.

આ પહેલા ભારતે ચોથા દિવસના અંતે 181 રન 6 વિકેટ ગુમાવીને કર્યા હતા. દિવસનો અંત સમય કરતા વહેલો થયો હતો. અપૂરતા પ્રકાશને લઇને ઋષભ પંત અને ઇશાંત શર્માએ અંપાયરને રજૂઆત કરી હતી. લોર્ડઝના મેદાનની લાઇટો શરુ કરવામાં આવી હતી. પરંતુ રમત રમવી મુશ્કેલ લાગતા આખરે ચોથા દિવસની રમત સમાપ્ત કરવામાં આવી હતી.

વુડને 3 વિકેટ, એન્ડરસનને શૂન્ય

ઇંગ્લીશ બોલરોએ ચોથા દિવસની માફક જ પ્રથમ સેશનમાં વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. ઇનીંગ દરમ્યાન માર્ક વુડે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રોબિન્સન અને મોઇન અલી 2-2 વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા. સેમ કરને 1 વિકેટ મેળવી હતી. જ્યારે એન્ડરસને વિકેટના મામલે નિરાશા મેળવી હતી.

 

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો, શું ટી-20 વિશ્વ કપમાં રમી શકશે દેશ? બોર્ડે કહી આ મહત્વની વાત

આ પણ વાંચોઃ Afghanistan: તાલિબાનના કબ્જા બાદ ખૂબ રડવા લાગ્યો રાશિદ ખાન, કહ્યુ રાતોની ઉંઘ ઉડી ગઇ છે, અમને બચાવી લો

Published On - 6:26 pm, Mon, 16 August 21