Lord’s Test પહેલા ઇંગ્લેન્ડને ઝટકો સુપરસ્ટાર બૉલર સ્ટુઅર્ટ બ્રૉડ ઈજાગ્રસ્ત થવાથી સીરીઝમાંથી બહાર

|

Aug 12, 2021 | 11:16 AM

ઇંગ્લેન્ડ (England)  ક્રિકેટ બોર્ડે કહ્યુ ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સ્ટુઅર્ટ બ્રૉડના જમણાં પગમાં ઇજા (ટીયર) થઇ છે. માટે તેઓ ભારત સામે ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઇ ગયા છે

Lord’s Test પહેલા ઇંગ્લેન્ડને ઝટકો સુપરસ્ટાર બૉલર સ્ટુઅર્ટ બ્રૉડ ઈજાગ્રસ્ત થવાથી સીરીઝમાંથી બહાર
Stuart broad

Follow us on

Lord’s Test: અત્યારે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો સમય સારો ચાલી રહ્યો નથી. એક પછી એક કેટલાય ખેલાડીઓ ઈજાને કારણે મેદાનની બહાર થઈ રહ્યા છે. બેન સ્ટોક્સ (Ben Stokes) અને જોફ્રા આર્ચર (Jofra Archer) પહેલા જ ભારત સામે ટેસ્ટ સીરીઝની બહાર થઇ ગયા બાદ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટુઅર્ટ બ્રૉડની (Stuart Broad) ઇજાના કારણે .

ઇંગ્લિશ ટીમના દિગ્ગજ પેસર બ્રૉડ ભારત સામે ચાલી રહેલી સીરીઝથી બહાર થઇ ગયા છે. ઇંગ્લેન્ડને આ ઝટકો લૉડ્સ ટેસ્ટના એક દિવસ પહેલા લાગ્યો છે. જે ગુરુવારે 12 ઑગષ્ટ  શરુ થઇ રહી છે. બ્રૉડ જમણા પગમાં ઇજા થઇ છે. જેના કારણે તેઓ પાંચ મેચની સીરીઝના બાકીના ચાર મુકાબલામાંથી બહાર થઇ ગયા છે.  ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યુ છે.

પોતાના નિવેદનમાં ઇંગ્લેન્ડ (England)  ક્રિકેટ બોર્ડે કહ્યુ ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સ્ટુઅર્ટ બ્રૉડના જમણાં પગમાં ઇજા (ટીયર) થઇ છે. માટે તેઓ ભારત સામે ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઇ ગયા છે. બુધવારે લંડનમાં તેમનુ એમઆરઆઈ સ્કેન કરાવવામાં આવ્યુ. જેમાં ટીયરની વાત સામે આવી. બ્રૉડને આ ઇજા મંગળવારે બપોરે વૉર્મ-અપ દરમિયાન આવી હતી. બ્રૉડની જગ્યાએ લૈંકશાયરના ફાસ્ટ બૉલર સાકિબ મહમૂદને કવર તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જો કે ઇંગ્લેન્ડની મુશ્કેલીઓ અહીં જ પૂર્ણ નથી થતી. ટીમના સૌથી અનુભવી અને સૌથી સફળ બૉલર જેમ્સ એન્ડરસનની ઇજા પણ મુશ્કેલીઓ વધારી રહી છે. એન્ડરસનને જાંઘમાં તકલીફ થઇ છે. જેના કારણે તેઓ અભ્યાસમાં ભાગ નહોતા લઇ શક્યા. એવામાં લૉડ્સ ટેસ્ટમાં એન્ડરસનના રમવાને લઇ પણ શંકાઓના વાદળ ઘેરાઇ રહ્યા છે.

  બ્રૉડની ઇજા પહેલા ઇંગ્લેન્ડને બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરની ફિટનેસના કારણે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. સ્ટાર ઑલરાઉન્ડર સ્ટોક્સે સીરીઝ શરુ થયાના પાંચ દિવસ પહેલા પોતાનુ નામ પાછુ લઇ લીધુ હતુ.

સ્ટોક્સે માનસિક સ્વાસ્થ્યનો હવાલો આપતા કહ્યુ માત્ર આ સીરીઝથી નહી પરંતુ ક્રિકેટથી અનિશ્ચિતકાળનો વિરામ લઇ લીધો હતો. સ્ટોક્સ  આ સાથે આંગળીની ઇજાના કારણે પરેશાન હતા. સાથે જ ફાસ્ટ બૉલર જોફ્રા આર્ચરની સીરીઝમાં રમવાની આશા ટૂટી ગઇ.  આર્ચરની કોણીની તકલીફ ફરીથી ઉભરવાના કારણે ટેસ્ટ સીરીઝ સહિત આ વર્ષે બચેલી મેચ માટે મેદાનથી બહાર થઇ ગયા છે.

 

આ પણ વાંચોIPL: આગામી સિઝનમાં 2 નવી ટીમ સામેલ કરવાની તૈયારીઓ શરુ, 3 ખેલાડીને રિટેન કરવાની મળશે છુટ

આ પણ વાંચોIND vs ENG: અશ્વિનને ટીમમાંથી બહાર રાખવાને લઈને ચર્ચાઓ તેજ, જાડેજા નહીં ઠાકુર સાથે સ્પર્ધા હોવાનો નવો સુર!

Published On - 11:15 am, Thu, 12 August 21

Next Article