IND vs ENG: ચેન્નાઈમાં 35 વર્ષથી ઈંગ્લેન્ડને જીત મળી શકી નથી, જ્યારે ભારત 22 વર્ષથી અજય

ટીમ ઈન્ડીયા અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે આવતીકાલથી ચેન્નાઈના ચેપક સ્ટેડીયમ ખાતે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ શરુ થશે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાનારી છે.

IND vs ENG: ચેન્નાઈમાં 35 વર્ષથી ઈંગ્લેન્ડને જીત મળી શકી નથી, જ્યારે ભારત 22 વર્ષથી અજય
| Edited By: | Updated on: Feb 04, 2021 | 7:31 PM

ટીમ ઈન્ડીયા અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે આવતીકાલથી ચેન્નાઈના ચેપક સ્ટેડીયમ ખાતે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ શરુ થશે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઈમાં રમાનારી છે. ઈંગ્લેન્ડની ટીમ પાછલા 35 વર્ષમાં ક્યારેય પણ ચેપક મેદાન (Chepak Maidan) પર પોતાની જીત નોંધાવી શક્યુ નથી તો ટીમ ઈન્ડીયાનો રેકોર્ડ ચેન્નાઈ (Chennai Test)માં જબરદસ્ત રહ્યો છે. તેણે પાછળના 22 વર્ષમાં અહીં એક પણ હારનો સામનો કર્યો નથી.

 

ઈંગ્લેન્ડની ટીમ છેલ્લે 1985માં ભારતને ચેન્નાઈમાં હરાવી શકવામાં સફળ રહ્યુ હતુ. ત્યારબાદ બંને ટીમો વચ્ચે આ મેદાન પર ત્રણ વાર આમનો સામનો થયો છે. જેમાં દરેક વખતે જીત ભારતને જ મળી છે. દરેક વખતે બાજી ભારતને જ હાથ લાગી છે. 2016માં જ્યારે છેલ્લે બંને ટીમો સામ સામે થઈ હતી, ત્યારે પણ ભારતે ઈનીંગ અને 75 રનથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડીયાએ 1999માં ચેન્નાઈના ચેપક મેદાનમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની ટીમે ખુબ જ રોમાંચક મેચમાં 12 રનથી ભારતને હાર આપી હતી. ત્યારબાદ ભારત અહીં 8 મેચ રમ્યુ છે, જેમાં પાંચમાં તેને જીત મળી છે, જ્યારે ત્રણ મેચ ડ્રો રહી છે.

 

ચેન્નાઈના ચેપક મેદાન પર ભારતના સ્ટાર સ્પિનર અશ્વિનનો રેકોર્ડ ખૂબ જ જબરદસ્ત છે. અશ્વિને અત્યાર સુધીમાં ચેન્નાઈમાં બે ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 13 વિકેટ ઝડપી છે. ટીમ ઈન્ડીયાને જો કે રવિન્દ્ર જાડેજાની કમી જરુર વર્તાશે. ચેન્નાઈની પીચ સ્પિનરો માટે મદદગાર માનવામાં આવે છે. જેને જોતા ટીમ ઈન્ડીયા પહેલી ટેસ્ટમાં ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઉતરી શકે છે. આર અશ્વિનને રમવાનું પુરી રીતે નક્કી છે. આ ઉપરાંત કુલદિપ યાદવ, વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલમાંથી પણ કોઈ બે બોલરોને પણ ટીમમાં સ્થાન મળી શકે છે.

 

આ પણ વાંચો: IND vs ENG: ધોની સાથે સંબંધ ધરાવતા સૌરભ કુમાર જોવા મળ્યો ચેન્નાઇમાં નેટ બોલરના રુપમાં

Published On - 4:55 pm, Thu, 4 February 21