IND vs ENG: BCCIનો આદેશ, હોટલમાં એન્ટ્રી પૂર્વે ખેલાડીઓએ કરાવવો પડશે કોરોના ટેસ્ટ

|

Jan 27, 2021 | 10:46 AM

IND vs ENG : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી શરુ થનારી ચાર મેચની સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની તમામ ખેલાડી ૨૭ જાન્યુઆરીએ ચેન્નાઈ પહોંચશે. તેની બાદ તમામ ખેલાડીઓએ એક અઠવાડિયા માટે કોરોનટાઈન પીરીયડ પુરો  કરવા પડશે.

IND vs ENG: BCCIનો આદેશ, હોટલમાં એન્ટ્રી પૂર્વે ખેલાડીઓએ કરાવવો પડશે કોરોના ટેસ્ટ
File Photo

Follow us on

IND vs ENG : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ફેબ્રુઆરીથી શરુ થનારી ચાર મેચની સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની તમામ ખેલાડી ૨૭ જાન્યુઆરીએ ચેન્નાઈ પહોંચશે. તેની બાદ તમામ ખેલાડીઓએ એક અઠવાડિયા માટે કોરોનટાઈન પીરીયડ પુરો  કરવા પડશે. ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલીયામાં ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં 2-1 થી હરાવીને સ્વદેશ પરત ફરી છે. આ દરમ્યાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આદેશ કર્યો છે કે ચેન્નાઈ હોટલમાં એન્ટ્રી લેતા પૂર્વે ભારતના તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટથી પસાર થવું પડે છે અને રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ તેમને અંદર જવાની પરમિશન આપવામાં આવશે.

બીસીસીઆઈના આદેશ મુજબ , ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ કોરોના ટેસ્ટ સબંધી ઔપચારિક્તઓ પૂર્ણ કરવા માટે ૨૭ જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે. ટીમમાં ડોક્ટર અભીજીત સાલ્વીએ ટેસ્ટ કરવાના નિર્દેશ આપતા ખેલાડીઓને કહ્યું કે તેમને નેગેટીવ રીપોર્ટ સાથે જ બાયો બબલ વાતાવરણમાં પ્રવેશ આપવામાં આવશે. સાલ્વીએ કહ્યું કે ૨૬ જાન્યુઆરીએ રાતથી ૨૭ જાન્યુઆરી સવાર સુધી હોટલમાં પહોંચવાનું કીધું છે. ટીમના એક સભ્યએ બીસીસીઆઈને કોરોના સંબધી દિશા નિર્દેશ મળવાની પૃષ્ટિ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ખેલાડીઓને ઓસ્ટ્રેલીયાથી તરત આવ્યા બાદ બીસીસીઆઈએ કોરોના ટેસ્ટ સબંધી નિર્દેશ જાહેર કર્યા હતા. જેમાં ખેલાડીઓ બાયો બબલ વાતાવરણમાં રહ્યા હતા. દુબઈમાં આઈપીએલને લઇને અત્યાર સુધી ભારતીય ખેલાડીઓ લગભગ ૩૦ વાર કોરોના ટેસ્ટ કરાવી ચુક્યા છે. ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકા વિરુદ્ધ સીરીઝ સમાપ્ત કરીને ૨૭ જાન્યુઆરીએ ભારત પહોંચશે અને પોતાના કોરોનટાઈન પીરીયડ પૂરો કરશે. શ્રીલંકામાં ઇંગ્લેન્ડ ટીમ ન રહેલા બેન સ્ટોક્સ અને જોફરા આર્ચર સાથે ૧૫ ખેલાડીઓ પહેલા ભારત પહોંચી ચુક્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

 

Published On - 7:38 pm, Tue, 26 January 21

Next Article