ICC Rankings: નવા રેન્કિંગમાં વિરાટ કોહલી, રહાણે અને જાડેજા પાછળ સરક્યા, ચેતેશ્વર પુજારાને મળ્યો ફાયદો

|

Jan 21, 2021 | 11:17 AM

ભારત (India) અને ઓસ્ટ્રેલીયા ( Australia) વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ ખતમ થઇ ચુકી છે. ભારતે તે સિરીઝ પર ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. જ્યારે બીજી તરફ શ્રીલંકા અને ઇંગ્લેંડ (Sri Lanka England Test) વચ્ચે ની પ્રથમ ટેસ્ટ મેચ પણ રમાઇ ચુકી છે.

ICC Rankings: નવા રેન્કિંગમાં વિરાટ કોહલી, રહાણે અને જાડેજા પાછળ સરક્યા, ચેતેશ્વર પુજારાને મળ્યો ફાયદો
ICC Ranking

Follow us on

ભારત (India) અને ઓસ્ટ્રેલીયા ( Australia) વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ ખતમ થઇ ચુકી છે. ભારતે તે સિરીઝ પર ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. જ્યારે બીજી તરફ શ્રીલંકા અને ઇંગ્લેંડ (Sri Lanka England Test) વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ પણ રમાઇ ચુકી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) અને ઇંગ્લેંડ શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ બાદ નવુ રેન્કિંગ જાહેર કર્યુ છે. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સીધો જ ત્રીજાથી ચોથા સ્થાન પર સરકી ગયો છે. જ્યારે ઇંગ્લેંડ (England) ના કેપ્ટન જો રુટ (Joe Root) બેવડી સદી ફટકાર્યા બાદ ટોપ પાંચ બેટ્સમેનોમાં સામેલ થઇ ચુક્યા છે. અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ પણ રેન્કિંગના મામલામાં નુકશાન વેઠવુ પડ્યુ છે, તે નવમાં સ્થાન પર ખસક્યો છે. ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) સાતમાં નંબર પર આવી ચુક્યો છે.

ટોપ ટેન બેટ્સમેનોની વાત કરવામાં આવે તો ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન નબંર વન સ્થાન પર છે, જ્યારે ઓસ્ટ્રેલીયા ખેલાડી સ્ટીવ સ્મિથ બીજા સ્થાન પર છે. ઓસ્ટ્રેલીયાના માર્નસ લાબુશેન વિરાટ કોહલીને પાછળ છોડતા ત્રીજા સ્થાન પર આવી ગયો છે. આ દરમ્યાન વિરાટ કોહલી પેટરનિટી લીવ પર હતો. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ હવે ટોપ ફાઇવની બહાર થઇ ગયો છે. ફાયદામાં રહેલ પુજારા સાતમાં નંબર છે. બેન સ્ટોક્સ આઠ અને રહાણે નવ નંબર પર છે. ન્યુઝીલેન્ડના હેનરી નિકોલ્સ દશ નંબર પર છે.

https://www.instagram.com/p/CKQZUF6BvX_/?utm_source=ig_web_copy_link

Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા

બોલીંગમાં ભારતીય સ્પિનર આર અશ્વિનને એક સ્થાન બઢત મળી હતી, તે આઠમાં સ્થાન પર પહોંચ્યો છે. જસપ્રિત બુમરાહ પણ દશ નંબર પરથી નવ નંબર પર પહોંચ્યો હતો. પેટ કમિન્સ નંબર વન સ્થાન જાળવી રાખી શક્યો છે, જ્યારે બોલીંગમાં જોશ હેઝલવુડને એક સ્થાન ફાયદો થતા તે ચાર નંબર પર પહોંચ્યો હતો. ટિમ સાઉથી એક સ્થાન નિચે આવ્યો હતો.

https://www.instagram.com/p/CKQZ7XaBMLT/?utm_source=ig_web_copy_link 

ઓલરાઉન્ડર દેખાવમાં રવિન્દ્રસિંહ જાડેજા બીજા સ્થાન પરથી એક સ્થાન નિચે આવવુ પડ્યુ છે. તે ત્રીજા સ્થાન પર છે. અશ્વિન પણ એક સ્થાન આગળ વધીને છઠ્ઠા નંબર પર આવ્યો છે. જ્યારે બેન સ્ટોક્સ નંબર વન પર યથાવત રહ્યો છે. જેસન હોલ્ડર એક સ્થાન આગળ વધીને બીજા સ્થાન પર છે.

https://www.instagram.com/p/CKQasm1hY28/?utm_source=ig_web_copy_link

 

આ પણ વાંચો: IPL Retain And Release Players 2021: દિલ્હી કેપિટલ અને રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીઓને રિટેન અને રિલીઝ કર્યા

 

Published On - 11:15 am, Thu, 21 January 21

Next Article