ભારતીય ટીમે (Team India) ઓસ્ટ્રેલીયા (Australia) માં કરેલા કમાલને લઇને વિશ્વભરમાં વખણાવવા લાગી છે. દેશ વિદેશથી શુભેચ્છાઓના ઢગલા મળવા લાગ્યા છે. પાડોશી પાકિસ્તાન (Pakistan) માંથી પણ આ દરમ્યાન તારિફ મળવા લાગી હતી. સાથે જ અજીંક્ય રહાણે (Ajinkya Rahane) અને ટીમે ઓસ્ટ્રેલીયાને તેના જ ઘરમાં રઘદોળવાનુ કાર્ય કર્યુ છે, તેનુ મહત્વ ક્રિકેટ વિશ્વને સારી રીતે ખ્યાલ છે. ઓસ્ટ્રેલીયામાં ભારતે કરેલા ધમાકાની ગૂંજ પાકિસ્તાનના કાનોમાં પણ બરાબરની ગૂંજી રહી છે. વખાણ તો પાકિસ્તાની ખેલાડીઓ વાસિમ આક્રમ (Wasim Akram), શાહિદ આફ્રિદી (Shahid Afridi), શોએબ અખ્તર (Shoaib Akhtar) સૌએ પોતાના શબ્દોથી ટીમ ઇન્ડીયાની તારિફ કરી છે. હાલના પાકિસ્તાની ખેલાડીઓ પણ ભારત ટેસ્ટ સિરીઝ વિજયથી ગદગદ છે.
ભારતની જીત જોઇને હવે પાકિસ્તાન પણ ઓસ્ટ્રેલીયા ફતેહની પ્રક્રિયા પર અમલ કરવા ઇચ્છે છે. પાકિસ્તાનની હાલની ટીમના સૌથી અનુભવી ખેલાડી મહંમદ હાફિઝએ ઓસ્ટ્રેલીયામાં ભારતની જીતની સરાહના કરી હતી. તેણે કહ્યુ કે, ક્રિકેટ ફેનની હેસિયતથી ઓસ્ટ્રેલીયામાં ટીમ ઇન્ડીયાની સફળતાથી ગદગદ છુ. જોકે ભારતના ઓસ્ટ્રેલીયા વિજયના ગુણગાન કરનારા પાકિસ્તાની ઓલરાઉન્ડરે કહ્યુ કે, પાકિસ્તાન પણ આમ કરી શકે છે. જોકે આ માટે શર્ત છે કે પોતાની ટેલેન્ટને પ્રોડક્ટમાં બદલવાની પ્રક્રિયા પર કામ કરે.
Hafeez talks about the importance of processing talent and how India won the series against Australia. pic.twitter.com/7H7VkM8iwG
— Mazher Arshad (@MazherArshad) January 20, 2021
મહંમદ હાફિઝએ કહ્યુ કે, ભારતે ઓસ્ટ્રેલીયાને ક્રિકેટના હર એક વિભાગમાં મહાત કરી દીધુ છે. આવુ એણે ત્યારે કર્યુ હતુ, જ્યારે ટીમના મુખ્ય ખેલાડીઓ ટીમ સાથે નહોતા. ટીમ ઇન્ડીયાને પોતાના મુખ્ય ખેલાડીઓ વિના જ ઓસ્ટ્રેલીયામાં સફળતા એ માટે મળી છે કે, તેમણે ટેલેન્ટ નહી પ્રોડક્ટ રમત રમી હતી. પાકિસ્તાન ક્રિકેટ તે નથી કરી શકતુ. પાકિસ્તાનમાં ટેલેન્ટને પ્રોડક્ટમાં નથી બદલવામાં આવતુ. આ જ કારણ છે કે, આપણે ઓસ્ટ્રેલીયાઇ કંડિશનમાં ભારત જેવો દમ નથી દેખાડી શકતા અને પ્રદર્શન નથી કરી શકતા. હાફિઝના મતે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના ટેલેન્ટના સ્થાને પ્રોડક્ટને ઉતારવા પર પાકિસ્તાન ધ્યાન આપે તો ભારત જેવી સફળતા મળી શકે છે.
આ પણ વાંચો: સુશાંતની જન્મ જયંતિ માટે ફૂલ ખરીદવા નીકળી રિયા, ફોટોગ્રાફર્સને કરી આ રીક્વેસ્ટ