2036ના ઓલિમ્પિકની તૈયારી : અમદાવાદ અને ગાંધીનગરનાં 20 લોકેશન્સ આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યાં

|

Nov 21, 2021 | 12:41 PM

પ્રેઝન્ટેશનમાં ઓલિમ્પિકનાં 100માંથી 22 સ્થળો માટે અમદાવાદ અને ગાંધીનગરનાં વિવિધ લોકેશન્સ આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યાં હતાં.

AHMEDABAD : 2036ની ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજવા માટેની દાવેદારીને મજબૂત કરવા સરકાર તૈયારી કરી રહી છે. ગુરુવારે આ અંગે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી એટલે કે, ઔડાએ રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સમક્ષ એક પ્રેઝન્ટેશન રજૂ કર્યુ.આ પ્રેઝન્ટેશનમાં ઓલિમ્પિકનાં 100માંથી 22 સ્થળો માટે અમદાવાદ અને ગાંધીનગરનાં વિવિધ લોકેશન્સ આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યાં હતાં.ખાનગી એજન્સીએ આ માટેનો સર્વે કર્યો હતો.આ સર્વેના આધારે ઓલિમ્પિક્સનાં સંભવિત સ્થળો અંગેનું પ્રેઝન્ટેશન તૈયાર કરાયું હતું.

અમદાવાદ-ગાંધીનગરનાં 100 જેટલાં લોકેશનના અભ્યાસ પછી 22 લોકેશન એવાં છે કે જેમાં નાનો-મોટો ફેરફાર કરવાથી ઓલિમ્પિક-2036ની રમત રમાડી શકાય છે.આ સર્વેનો અહેવાલ તૈયાર કરવા માટે કમિટીની રચના કરાશે. આ કમિટીમાં ગુજરાત અને કેન્દ્ર સરકારના અધિકારીઓનો સમાવેશ કરાશે.આ કમિટી કેન્દ્ર સરકાર સમક્ષ સમગ્ર અહેવાલને તૈયાર કરીને રજૂ કરશે.ઓલિમ્પિકની વૉટર સ્પોર્ટ્સ માટે અમદાવાદમાં સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ વિસ્તારનો ઉપયોગ કરવાનો વિચાર રજૂ કરાયો હતો.

સાથે શિવરાજપુર બીચ સહિતના દરિયાકાંઠાના વિસ્તારો પણ તારવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૉટર સ્પોર્ટ્સ માટે ગોવા અને આંદામાન નિકોબાર પણ આઇડેન્ટીફાઇ કરાયાં છે.તો મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ રમતોનું આયોજન કરવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. આ ઉપરાંત મોદી સ્ટેડિયમની આસપાસની 236 એકર જમીનનો ઉપયોગ કરીને વિવિધ રમતો માટેનાં મેદાન તૈયાર કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો : ડોદરામાં યુવતી પર દુષ્કર્મ અને આત્મહત્યાના કેસમાં યુવતીની સંસ્થાના ટ્રસ્ટીની ઊંડાણપૂર્વક પૂછપરછ

આ પણ વાંચો : સહકારથી સરકાર અભિયાન : ભાજપના સહકાર સેલે સહકારી આગેવાનોની બોલાવી બેઠક

Published On - 12:40 pm, Sun, 21 November 21

Next Video