લ્યો બોલો! વોશિંગ્ટન સુંદરે પોતાના પાળતૂ કૂતરાનું નામ ઓસ્ટ્રેલીયાના ક્રિકેટ મેદાન પર પાડી દીધુ

|

Apr 04, 2021 | 10:02 PM

વિરાટ કોહલી (Virat Kohli)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)નો આગામી સિઝન માટે વોશિંગ્ટન સુંદર (Washington Sundar) હિસ્સો છે. ટીમ ઈન્ડીયા (Team India)માં વોશિંગ્ટન સુંદરે ટેસ્ટ ડેબ્ચુ ઓસ્ટ્રેલીયા (Australia)માં કર્યુ હતુ.

લ્યો બોલો! વોશિંગ્ટન સુંદરે પોતાના પાળતૂ કૂતરાનું નામ ઓસ્ટ્રેલીયાના ક્રિકેટ મેદાન પર પાડી દીધુ
Washington Sundar

Follow us on

વિરાટ કોહલી (Virat Kohli)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)નો આગામી સિઝન માટે વોશિંગ્ટન સુંદર (Washington Sundar) હિસ્સો છે. ટીમ ઈન્ડીયા (Team India)માં વોશિંગ્ટન સુંદરે ટેસ્ટ ડેબ્ચુ ઓસ્ટ્રેલીયા (Australia)માં કર્યુ હતુ. ઓસ્ટ્રેલીયાની ટીમ સામે તેનુ ડેબ્યૂ પણ એ જ મેદાન પર થયુ હતુ, જેની પર ભારતે ઈતિહાસ રચ્યો હતો. પોતાની ડેબ્યૂ મેચમાં સુંદરે 4 વિકેટ ઝડપી હતી. સાથે જ તેણે પોતાની બેટીંગ વડે 62 રન યોગદાન આપ્યુ હતુ. જેને લઈને ભારતીય ટીમને ઓસ્ટ્રેલીયા સામે જીત મેળવવી સરળ બની હતી. જે મેદાન પર ઓસ્ટ્રેલીયાની ટીમે પહેલા છેલ્લા 32 વર્ષથી હાર્યુ નહોતુ. જોકે આ દરમ્યાન તેણે સોશિયલ મીડિયામાં એક તસ્વીર શેર કરી હતી, જેનુ નામ પણ ઓસ્ટ્રેલીયાના મેદાનના નામ પર આપ્યુ હતુ.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

એક તરફ હવે IPL 2021ની શરુઆત હવે એકદમ નજીક છે. ટીમ RCB પણ ભરપૂર મહેનત તેને લઈને કરી રહી છે. આ દરમ્યાન આરસીબીના ઓલરાઉન્ડરે સોશિયલ મીડિયા દ્વારા અનોખી ઘોષણા કરી દીધી છે. તેણે એક તસ્વીર શેર કરી છે. જેમાં તે અને તેનો પાળેલો કૂતરો જોવા મળી રહ્યા છે. તેણે તેને 4 પગવાળો પોતાનો દોસ્ત દર્શાવ્યો છે. સાથે જ તેણે એ પણ બતાવ્યુ હતુ કે, તે દોસ્તનું નામ પણ ‘ગાબા’ રાખવામાં આવ્યુ છે. કારણ કે તે ઐતિહાસિક જીતની યાદ પણ બરકરાર રહે.

 

ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ (Gabba Cricket Ground)ને ઓસ્ટ્રેલીયાનો ગઢ માનાવમાં આવે છે. જે ગઢને અજીંક્ય રહાણેની કેપ્ટનશીપમાં ભારતે જીતી બતાવ્યો હતો. ઓસ્ટ્રેલીયામાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર વોશિંગ્ટન સુંદરમાં ખૂબ જ પરિવર્તન જોવા મળી રહ્યુ છે. તે જે પહેલા માત્ર T20 નિષ્ણાંત માનવામાં આવતો હતો. હાલમાં IPL 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઓપનિંગ મેચમાં જ મુંબઈ ઈન્ડીયન્સ સામે ટકરાવવાનું છે. આ મુકાબલામાં વોશિંગ્ટન સુંદરનો પ્લેઈંગ ઈલેવનમાં સામેલ હોવાના ચાન્સ પુરા છે. બંને ટીમો વચ્ચે આ મેચ ચેન્નાઈના ચેપક સ્ટેડિયમ પર રમવામાં આવી હતી.

 

આ પણ વાંચો: IPL 2021: CSK ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો આ છે વફાદાર બેટ્સમેન, બેટીંગ અને ફીલ્ડીંગમાં છે જબરદસ્ત

Next Article