
Funny Video: પાકિસ્તાન પ્રવાસ પર વેસ્ટ ઈન્ડિઝ (West Indies)ની ટીમ સાથેની 3 વન-ડેની શ્રેણી કોરોનાને કારણે રદ કરવામાં આવી છે. પાકિસ્તાને 3 T20 મેચની શ્રેણીમાં શાનદાર ક્લીન સ્વીપ કર્યું. ટી20 સીરીઝ બાદ તમામ ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. પાકિસ્તાનના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને મુખ્ય કોચ (Pakistan head coach) (Saqlain Mushtaq) પણ લાંબા સમય બાદ ધરે પહોંચ્યા છે. લાંબા સમય બાદ ઘરે પહોંચતા પૂર્વ ક્રિકેટરને બાળકોએ મીઠી સજા આપી હતી. તેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા (Social media)પર શેર કર્યો છે.
(Saqlain Mushtaq) તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ (Official Twitter account) પરથી 26 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે મુશ્તાકના બાળકોએ તેની હેર સ્ટાઈલ કરી હતી. (Saqlain Mushtaq)સાથે આવું પહેલીવાર નથી થયું, આ અનુભવી ભૂતપૂર્વ ઓફ-સ્પિનર ભૂતકાળમાં ઘણી વખત આવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ ચૂક્યો છે, પરંતુ બાળકોની ખુશી માટે બધું જ કરે છે.
Clearly…I’m home after a long 3 month’s of cricket serving the great Pakistan 🇵🇰 pic.twitter.com/gtG76pzoFJ
— Saqlain Mushtaq (@Saqlain_Mushtaq) December 17, 2021
તમને જણાવી દઈએ કે પૂર્વ ક્રિકેટરની દીકરી હજી ઘણી નાની છે અને તે મેકઅપની શોખીન છે. આ શોખ પૂરો કરવા માટે તે તેના પિતાને પણ છોડતી નથી. ભૂતકાળમાં પણ અનેક પ્રસંગોએ તેણે પોતાના પિતા પર કરેલા પ્રયોગો દ્વારા પોતાની પ્રતિભા દર્શાવી છે. આ વખતે પણ, જ્યારે (Saqlain Mushtaq)પાકિસ્તાનની ટીમ સાથે લગભગ ત્રણ મહિના ગાળ્યા પછી ઘરે પાછો ફર્યો, ત્યારે દીકરી રાહ જોઈ રહી હતી કે તેના પિતા ક્યારે પાછા આવશે અને ક્યારે તેનો મેક-અપ કરી શકશે.
Stay safe, stay at home with your loved ones and enjoy our clip ❤️ pic.twitter.com/iFPP7p6ce2
— Saqlain Mushtaq (@Saqlain_Mushtaq) April 6, 2020
ક્રિકેટરો ત્રણ મહિના બાદ ઘરે પરત ફર્યા છે
(Saqlain Mushtaq) શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આ વખતે દીકરી મેકઅપ માટે બીજા પાર્ટનરને પણ સાથે લઈ ગઈ છે. બંનેએ સાથે મળીને પાપા ના વાળ અને દાઢીમાં નાની ક્લિપ્સ લગાવી છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, Stay safe, stay at home with your loved ones and enjoy our clip