પૂર્વ ભારતીય ક્રિકેટર અને BJP સાંસદ ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ

|

Jan 25, 2022 | 11:05 AM

પૂર્વ ભારતીય ક્રિકેટર અને BJP સાંસદ ગૌતમ ગંભીર (Gautam Gambhir) કોરોના પોઝિટિવ. ગૌતમ ગંભીરે મંગળવારે ટ્વીટ કરીને કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને BJP સાંસદ ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ
Gautam Gambhir (File Image)

Follow us on

Gautam Gambhir Corona Positive: પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ (Corona positive) હોવાનું જાણવા મળ્યું છે. ગૌતમ ગંભીરે મંગળવારે ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી છે. ગંભીરે તેના સંપર્કમાં આવેલા લોકોને પણ પોતાનો કોરોના ટેસ્ટ (Corona test) કરાવવાની અપીલ કરી છે. હાલમાં ગૌતમ ગંભીર IPLમાં લખનૌની ટીમનો મેન્ટર પણ છે.

ગૌતમ ગંભીરે કહ્યું, ‘હું હળવા લક્ષણો બાદ કોરોના પોઝિટિવ મળી આવ્યો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમનો ટેસ્ટ કરાવો અને સુરક્ષિત રહો. તમને જણાવી દઈએ કે ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીથી લોકસભા સાંસદ છે. તે નવી IPL ટીમ લખનૌ સુપરજાયન્ટ્સનો મેન્ટર પણ છે. ગૌતમ ગંભીરે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેણે ભારત માટે 54 ટેસ્ટ, 147 ODI અને 37 T20I રમી હતી. તે 2007 અને 2011 વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતો.

IPLએ ટીમ ઈન્ડિયા સુધી પહોંચવાનું પ્લેટફોર્મ નથી

IPLની નવી ટીમ લખનઉએ તેના નામની જાહેરાત કરી દીધી છે. કેએલ રાહુલની કપ્તાનીવાળી આ ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) તરીકે ઓળખાશે. કેએલ રાહુલ (KL Rahul) ઉપરાંત આ ટીમે માર્કસ સ્ટોઈનિસ અને લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈને ડ્રાફ્ટમાં સામેલ કર્યા છે. તે જ સમયે, આ ટીમના મુખ્ય કોચ એન્ડી ફ્લાવર બનવા જઈ રહ્યા છે અને ટીમના મેન્ટર ગૌતમ ગંભીર (Gautam Gambhir) છે, જેની કેપ્ટન્સીમાં KKR બે વખત IPL ટાઈટલ જીતી ચૂક્યું છે.

ટીમના નામના લોન્ચિંગ સમયે મેન્ટર ગૌતમ ગંભીરે ખૂબ જ રસપ્રદ વાત કહી.ગૌતમ ગંભીરે તો ત્યાં સુધી કહ્યું કે IPL એ ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવાનું પ્લેટફોર્મ નથી. IPL એ આખી દુનિયાને પોતાની પ્રતિભા બતાવવાનું પ્લેટફોર્મ છે અને ખેલાડીઓએ આવું વિચારવું જોઈએ.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,760 નવા કેસ સામે આવ્યા

જણાવી દઈએ કે 24 જાન્યુઆરીએ રાજ્યમાં 5,760 નવા કેસ સામે આવ્યા છે. તે જ સમયે 30 કોરોના દર્દીઓએ જીવ ગુમાવ્યો (Corona Death in Delhi). દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 48,844 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા અને 14,836 દર્દીઓ સાજા થયા. રાજ્યમાં આજે કોરોનાના નવા કેસ સામે આવ્યા બાદ હવે સક્રિય કેસ 45,140 (Corona Active Cases) પર પહોંચી ગયા છે. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ (Delhi Health Department)ના આંકડા અનુસાર રાજ્યમાં કોરોના સંક્રમણનો દર વધીને 11.79 ટકા થઈ ગયો છે.

આ પણ વાંચો: IPL 2022: દક્ષિણ આફ્રિકાએ આઇપીએલના આયોજન માટે પ્રસ્તાવ મોકલ્યો, BCCI એ કહ્યુ સ્થળ પર 20 ફેબ્રુઆરી સુધીમાં ફેંસલો

Published On - 10:50 am, Tue, 25 January 22

Next Article