US Racism : ઈંગ્લેન્ડની પ્રથમ અશ્વેત ક્રિકેટર પણ બની જાતિવાદનો શિકાર, અપશબ્દોથી ભરેલા પત્રો મળતા હતા, દેશ છોડવાની ધમકી

|

Nov 18, 2021 | 2:53 PM

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અઝીમ રફીકે યુકેની સંસદમાં જાતિવાદના તેમના અનુભવો વિશે કહ્યું હતું. આ પછી મહિલા ક્રિકેટરે પણ આગળ આવીને પોતાનો અનુભવ શેર કર્યો.

US Racism : ઈંગ્લેન્ડની પ્રથમ અશ્વેત ક્રિકેટર પણ બની જાતિવાદનો શિકાર, અપશબ્દોથી ભરેલા પત્રો મળતા હતા, દેશ છોડવાની ધમકી
Ebony Reindfort Brent

Follow us on

US Racism : ઈંગ્લેન્ડમાં જાતિવાદ(Racism)નો મુદ્દો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ નવા નિવેદનો અને નવા નામો સામે આવી રહ્યા છે જે સાબિત કરી રહ્યા છે કે ઈંગ્લેન્ડ ક્રિકેટના મૂળમાં જાતિવાદ છે. હવે એક નવું નામ ઉમેરાયું છે, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન એબોની રેન્ડફોર્ટ બ્રેન્ટ (Ebony Reindfort Brent) તેના ડેબ્યુના 20 વર્ષ પછી, ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) રમનાર પ્રથમ અશ્વેત મહિલાએ ખુલાસો કર્યો કે, તેણી પણ તેની કારકિર્દી દરમિયાન જાતિવાદનો ભોગ બની હતી.

બ્રેન્ટ (Ebony Reindfort Brent)એ વર્ષ 2001માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. તે નવ વર્ષ ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમી હતી. દક્ષિણ લંડનમાં જન્મેલ બ્રેન્ટ પહેલા કોઈ અશ્વેત મહિલા ઈંગ્લેન્ડ માટે ક્રિકેટ રમી ન હતી. આ સ્થિતિમાં જ્યારે તેમને તક આપવામાં આવી ત્યારે લોકો ખૂબ ગુસ્સે થયા અને તેમને પત્ર લખીને દેશ છોડવા માટે કહ્યું. બ્રેન્ટે (Ebony Reindfort Brent) આવો જ એક પત્ર સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બ્રેન્ટે પત્ર શેર કર્યો

બ્રેન્ટે સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરીને જે પત્ર શેર કર્યો હતો, તેમાં તેના માટે દ્વેષપૂર્ણ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેપ્શનમાં તેણે લખ્યું, ‘આ ખૂબ જ રસપ્રદ છે. સાઉથ લંડનમાં જન્મ્યા હોવા છતાં, કેટલાક લોકો માનતા હતા કે હું આફ્રિકાની છું. મને આવા કેટલાક પત્રો આપવામાં આવ્યા હતા, જેમાંથી એક હું શેર કરી રહ્યો છું.

આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, ‘વ્હાઈટ ક્રિકેટ  (White cricket) વ્હાઈટ ક્રિકેટ છે અને અહીં તમારી જરૂર નથી. તમને અહીં કોણે બોલાવ્યા? તમારે આ ટીમ છોડી દેવી જોઈએ.’ બ્રેન્ટ હવે કોમેન્ટેટરની ભૂમિકા ભજવે છે. ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ હોલ્ડિંગ સાથે બ્લેક લાઈફ મેટર વિશે વાતચીત કરી હતી.

રફીકે જાતિવાદ પર ચર્ચા શરૂ કરી

પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર અઝીમ રફીકના તાજેતરના નિવેદન બાદ ઈંગ્લેન્ડમાં ફરી એકવાર જાતિવાદ મોટો મુદ્દો બની ગયો છે. રફીકે મંગળવારે યુકે સંસદની એક સમિતિ સમક્ષ પોતાની જુબાની આપી હતી, જેમાં રફીકે તેની ભૂતપૂર્વ ક્રિકેટ ટીમ યોર્કશાયર કાઉન્ટી સાથે ઘણા વર્ષોથી વંશીય શોષણના પુરાવા રજૂ કર્યા હતા અને તેમના વિશે વાત કરી હતી.

 

આ પણ વાંચો : IND vs NZ: ઋષભ પંતે પણ કર્યો ધોનીની માફક કમાલ, હવે રેકોર્ડ બુકમાં માહિ બાદ નોંધાયુ પંતનુ નામ

Next Article