FORBES ટોપ-10 ખેલાડી યાદીઃ ફેડરરે સૌથી વધુ કમાણી કરવામાં રોનાલ્ડો અને મેસીને પણ પાછળ મૂકી દીધા

|

Dec 18, 2020 | 9:55 PM

ફોર્બ્સ દ્વારા હાલમાં જ વર્ષ 2020 દરમ્યાન સૌથી વધુ કમાણી કરનારા 100 સેલેબ્સની યાદી બહાર પાડી છે.

FORBES ટોપ-10 ખેલાડી યાદીઃ ફેડરરે સૌથી વધુ કમાણી કરવામાં રોનાલ્ડો અને મેસીને પણ પાછળ મૂકી દીધા

Follow us on

ફોર્બ્સ દ્વારા હાલમાં જ વર્ષ 2020 દરમ્યાન સૌથી વધુ કમાણી કરનારા 100 સેલેબ્સની યાદી બહાર પાડી છે. આ લિસ્ટમાં ટોપ-10માં રમત ગમત જગતના 5 ખેલાડીઓનો સમાવેશ થાય છે. ગત વર્ષે 5માં નંબરના ટેનિસ પ્લેયર ફેડરર 2020માં મેસી અને રોનાલ્ડોને પણ કમાણીમાં પાછળ મૂકી દીધા છે. રોજર ફેડરર 2020નો સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી બન્યો છે. ગત વર્ષ કરતા તેણે 94 કરોડ રુપિયાની કમાણી વધારે કરી છે. જ્યારે મેસી અને રોનાલ્ડોની આવકમાં ઘટાડો થયો છે.

Roger Federer

 

હાલમાં જ બહાર પડેલી ફોર્બ્સની યાદી મુજબ, વર્ષભરમાં ફેડરરની કમાણી 106 મિલિયન ડોલર એટલે કે 780 કરોડ રુપિયા રહી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કમાણીના મામલામાં આ વર્ષે બીજા સ્થાન પર રહ્યો છે. જ્યારે ફુટબોલર લિયોનલ મેસી યાદીમાં ત્રીજા સ્થાન પર રહ્યો છે. આ આ યાદીમાં બ્રાઝિલના સ્ટાર ફુટબોલર નેમાર અને અમેરિકાના બાસ્કેટ બોલ પ્લેયર લેબ્રોન જેમ્સનું પણ નામ સામેલ છે. લેબ્રોનને તાજેતરમાં જ ટાઈમ મેગેઝીન દ્વારા એથ્લેટ ઓફ ધ યર જાહેર કર્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Ronaldo

 

આમ તો કોરોનાને લઈને ક્રિકેટથી લઈને ટેનિસ સુધી લગભગ બધી જ રમતોને અસર પહોંચી હતી. ગત વર્ષના પ્રમાણમાં કમાણી સૌથી વધુ નુકસાન બેઝબોલ, બાસ્કેટ બોલ, બોક્સિંગ અને ગોલ્ફને થયુ છે. બેઝબોલને લગભગ 3,242 કરોડ રુપિયા અને ગોલ્ફને 235 કરોડ રુપિયાનું નુકસાન પહોંચ્યુ છે.

આ પણ વાંચો: Corona: રાજ્યમાં નવા 1,075 કેસ નોંધાયા, હાલમાં 12,360 એક્ટિવ કેસ

 

સૌથી વધુ કમાણી કરનારા ફોર્બ્સ ટોપ-10 ખેલાડીનું લિસ્ટ

  1. રોજર ફેડરર, ટેનિસ, સ્વિત્ઝરલેન્ડ- 780 કરોડ
  2. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ફુટબોલ, પોર્ટુગલ- 772 કરોડ
  3. લિયોનલ મેસી, ફુટબોલ, આર્જેન્ટીના- 765 કરોડ
  4. નેમાર, ફુટબોલ, બ્રાઝિલ-703 કરોડ
  5. લેબ્રોન જેમ્સ, બાસ્કેટબોલ, અમેરિકા-649 કરોડ
  6. સ્ટિફન કરી, બાસ્કેટબોલ, અમેરિકા-547 કરોડ
  7. કેવિન ડુરંટ, બાસ્કેટબોલ, અમેરિકા-470 કરોડ
  8. ટાઈગર વુડ્ઝ, ગોલ્ફ, અમેરિકા-458 કરોડ
  9. કિર્ક કઝિન્સ, ફુટબોલ, અમેરિકા-445 કરોડ
  10. કાર્સન વેંટ્ઝ, ફુટબોલ, અમેરિકા-434 કરોડ
Next Article