વિરાટ કોહલી માટે એડિલેડનું મેદાન માફક આવી ચુક્યુ છે, આંકડા જોઈને થશે રાહત

|

Dec 16, 2020 | 7:47 PM

મેદાન અને ખેલા઼ડી વચ્ચે હંમેશા એક ખાસ સંબંધ રહેતો હોય છે. કોઈ મેદાન કોઈ ખેલાડી માટે કામિયાબી માટેનો ગઢ બની શકે છે તો કોઈ

વિરાટ કોહલી માટે એડિલેડનું મેદાન માફક આવી ચુક્યુ છે, આંકડા જોઈને થશે રાહત
Virat Kohli

Follow us on

મેદાન અને ખેલા઼ડી વચ્ચે હંમેશા એક ખાસ સંબંધ રહેતો હોય છે. કોઈ મેદાન કોઈ ખેલાડી માટે કામિયાબી માટેનો ગઢ બની શકે છે તો કોઈ નાકામિયાબીની કહાની લખતુ હોય છે. ક્રિકેટમાં તો આવુ ઘણીવાર જોવા મળ્યુ છે. હાલના સમયમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં ગણાતા વિરાટ કોહલી પણ કેટલાક મેદાન પર રનનો પહાડ સર્જી શક્યુ છે. જેમાં એડિલેડ ઓવલ મેદાન પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચ પણ આ જ મેદાન પર રમાનારી છે. વળી, આ વર્ષે કોહલીએ ક્રિકેટના એક પણ ફોર્મેટમાં સદી લગાવી શક્યો નથી. જેથી તેને એડિલેડ ટેસ્ટથી ઘણી આશા હશે.

Virat Kohli

 

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ અત્યાર સુધીમાં 70 સદી લગાવી શક્યો છે. પરંતુ 2020ના વર્ષમાં હજુ પણ સદીની રાહ જોઈ રહ્યો છે. કારણ કે વર્ષ દરમ્યાન એક પણ સદી લગાવી શક્યો નથી. એડિલેડનું મેદાન કોહલીની ખૂબ જ માફક આવી રહ્યુ છે. ટેસ્ટની વાત કરી એ તો વિરાટ કોહલીએ અત્યાર સુધી અહીં ત્રણ મેચ રમી છે. જેમાં તેણે ત્રણ સદી લગાવી છે. વિરાટ અહીં 71.83 રનની સરેરાશથી 431 રન બનાવ્યા છે. વન ડેમાં પણ વિરાટે એડિલેડમાં બે મેચમાં 61 રનની સરેરાશથી 122 રન કર્યા છે. જેમાં એક સદી છે. ફક્ત એટલું જ નહીં, ટી20માં પણ વિરાટ કોહલીનું બેટ અહીં અણનમ 90 રન ફટકારી ચુક્યુ છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Virat Kohli

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન વન ડે અને ટી-20 સીરીઝની બધી જ 6 મેચ રમી છે. જેમાં તે સૌથી વધુ રન બીજી વન ડેમાં નોંધાવ્યા છે. જેમાં તેણે 89 રન બનાવ્યા હતા. ત્યારબાદ અંતિમ ટી20માં 85 રનની પારી રમી હતી. પાછળના પ્રવાસની વાત કરી એ તો એેડિલેડમાં વનડે સદી લગાવી હતી અને હવે એકવાર તે જ મેદાન કોહલી માટે છે. જો કોહલી સફળ રહેશે તો તે વર્ષના અંતમાં તેની સદીની ઈચ્છા તે પુરી કરી શકશે.

 

આ પણ વાંચો: ઈન્ટર્ન ડોક્ટરોની હડતાળનો ત્રીજો દિવસ, સરકાર મક્કમ, ઇન્ટર્ન તબીબો માંગણીઓને લઈ લડી લેવાના મૂડમાં

 

 

Next Article