FIFA Opening Ceremony 2022 : ફૂટબોલના મહાકુંભનો મહાપ્રારંભ, કતારમાં ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈ દંગ રહી ગઈ દુનિયા

|

Nov 20, 2022 | 10:26 PM

કતારના ભવ્ય સ્ટેડિયમોમાં આજે 20 નવેમ્બરથી ફૂટબૉલના મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. દુનિયામાં આ ફિફા વર્લ્ડકપ 2022ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

FIFA Opening Ceremony 2022 : ફૂટબોલના મહાકુંભનો મહાપ્રારંભ, કતારમાં ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈ દંગ રહી ગઈ દુનિયા
FIFA World Cup 2022 Opening Ceremony
Image Credit source: Twitter

Follow us on

જે ફિફા વર્લ્ડકપની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની આજે ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગયા છે. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કતારના ભવ્ય સ્ટેડિયમોમાં આજે 20 નવેમ્બરથી ફૂટબૉલના મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. દુનિયામાં આ ફિફા વર્લ્ડકપ 2022ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે આજથી મેદાન પર ઉતરશે. 29 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતરશે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 65 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ઓપનિંગ સેરેમની જોઈ દંગ રહી ગઈ દુનિયા

 

 


કતારના અલ બાયત સ્ટેડિયમમાં ફિફા વર્લ્ડકપ 2022નું આયોજન થયુ હતુ. ભારતીય  સમય અનુસાર સાંજે 8 વાગ્યે આ ઓપનિંગ સેરેમનીની શરુઆત થઈ હતી. 60 હજાર દર્શકોવાળું આ સ્ટેડિયમ દર્શકોથી ખચોખચ ભરાયેલુ હતુ. લોકોની આંખોમાં ફિફા વર્લ્ડકપને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

 

 


અમેરિકન અભિનેતા મોર્ગન ફ્રીમેને પણ ઓપનિંગ સેરેમનીમાં પર્ફોમન્સ આપ્યુ હતુ. આ સેરેમનીમાં ફિફાનું પ્રખ્યાત થીમ સોન્ગ વાકા વાકા પર પણ ડાન્સ થયો હતો. જોકે શકીરા આ દરમિયાન સેરેમનીમાં હાજર ન હતી. વાકા વાકા થીમ સોન્ગ સાંભળીને લોકો ઝૂમી ઉઠયા હતા.

 


બીટીએસ બેન્ડના જંગકુક આ ઓપનિંગ સેરેમનીમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. બીટીએસ બેન્ડના જંગકુક એ આ સેરેમનીમાં ધમાકેદાર પરર્ફોન્સ કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બીટીએસ બેન્ડના જંગકુક અને કતાર વર્લ્ડકપના માસ્કોર ‘લાઈબ’ દ્વારા ગાયક ફહદ અલ કુબૈસીનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

 

 

 

 

 


ઓપનિંગ સેરેમની દરમિયાન રંગારંગ કાર્યક્રમ, ડાન્સ અને આતશબાજી જોવા મળી હતી. સેરેમનીના અંતમાં કતારના એક મહત્વના અધિકારી એ ફિફા અધ્યક્ષ જિયાની ઈન્ફેન્ટિનો સાથે એક પત્ર પણ હસ્તાક્ષર કર્યા અને અરબી ભાષામાં લોકોનું સ્વાગત કરીને ફિફા વર્લ્ડકપ 2022ની શરુઆત કરાવી હતી.

 

Next Article