FA Cup 2022-23 Champion : માન્ચેસ્ટર સિટી સાતમી વાર બન્યું ચેમ્પિયન, ઇલ્કે ગુંડોગનના 2 ગોલ બન્યા નિર્ણાયક, જુઓ Video

Manchester City vs Manchester United FA Cup Final: આજે ઈંગ્લેન્ડના વેમ્બલી સ્ટેડિયમમાં માન્ચેસ્ટર યુનાઈટેડ અને માન્ચેસ્ટર સિટી વચ્ચે એફએ કપની ફાઈનલ મેચ યોજાઈ હતી. બંને ટીમ પહેલીવાર કોઈ મોટી ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં સામસામે આવ્યા હતા.

FA Cup 2022-23 Champion : માન્ચેસ્ટર સિટી સાતમી વાર બન્યું ચેમ્પિયન, ઇલ્કે ગુંડોગનના 2 ગોલ બન્યા નિર્ણાયક, જુઓ Video
FA Cup 2022-23 Champion
| Edited By: | Updated on: Jun 03, 2023 | 10:27 PM

Wembley Stadium : આજે ફૂટબોલની સૌથી મોટી ટુર્નામેન્ટમાંથી એક એફએ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. માન્ચેસ્ટર ડાર્બીની આ ફાઈલન મેચમાં માન્ચેસ્ટર સિટીની ટીમ 2-1ના સ્કોરથી જીતી છે. માન્ચેસ્ટર સિટીએ (Manchester City) આજે સાતમુ એફએ કપ ટાઈટલ જીત્યું છે. માન્ચેસ્ટર યુનાઈટેડ અને માન્ચેસ્ટર સિટી વચ્ચે હમણા સુધી 189 મેચ રમાઈ હતી. જેમાંથી યુનાઈટેડ ટીમે 78 મેચમાં અને સિટીની ટીમે 58 મેચમાં જીત મેળવી હતી. જ્યારે 53 મેચ ડ્રો રહી હતી.

માન્ચેસ્ટર સિટીના İlkay Gündoğanએ મેચની પહેલી જ મિનિટમાં ગોલ કરીને ફાઈનલ મેચની ધમાકેદાર શરુઆત કરી હતી. 33મી મિનિટ પર યુનાઈટેડના ખેલાડી બ્રુનો ફેર્નાડિસે પેનલ્ટીની મદદથી ગોલ કરીને પ્રથમ હાફમાં સ્કોર 1-1 કર્યો હતો. મેચના બીજા હાફમાં 51મી મિનિટમાં İlkay Gündoğan ફરી એક શાનદાર ગોલ કરીને માન્ચેસ્ટર સિટીને જીત નક્કી કરી હતી.

આજે ઈંગ્લેન્ડના વેમ્બલી સ્ટેડિયમમાં માન્ચેસ્ટર યુનાઈટેડ અને માન્ચેસ્ટર સિટી વચ્ચે એફએ કપની ફાઈનલ મેચ યોજાઈ હતી. બંને ટીમ પહેલીવાર કોઈ મોટી ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં સામસામે આવ્યા હતા. આ ફાઈનલ મેચ પહેલા માન્ચેસ્ટર યુનાઈટેડની ટીમે કુલ 12 ખિતાબ જીત્યા હતા. આ ટીમે છેલ્લે 2016માં ખિતાબ જીત્યો હતો. માન્ચેસ્ટર સિટીની ટીમ 6 વાર ચેમ્પિયન બની હતી. છેલ્લે આ ટીમ 2019માં ચેમ્પિયન બની હતી.

 

ફાઈનલ મેચનો પહેલો ગોલ

 

ફાઈનલ મેચનો બીજો ગોલ

 

ફાઈનલ મેચનો ત્રીજો ગોલ

 

 

ફાઈનલ મેચ જોવા પહોંચ્યા હતા વિરાટ-અનુષ્કા

 


ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં 7-11 જૂન વચ્ચે થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે ઈંગ્લેન્ડ પહોંચી છે. FA Cupની ફાઈનલ મેચ જોવા માટે શુભમન ગિલ અને વિરાટ કોહલી પણ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ કોહલી સાથે મેચનો આનંદ માણતી જોવા મળી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 9:29 pm, Sat, 3 June 23